________________
૪૧
શ્રી ધર્મદાસજી સ્વામીના બીજા શિષ્ય શ્રી ધનાજી સ્વામી હતા. તે બાવીશ ટોળામાં પ્રથમ છે, તેમના ચાર સંઘાડા કે સંપ્રદાયે હાલ ચાલે છે, એક જયમલજી સ્વામીને, બીજે રૂગનાથજી સ્વામીને, ત્રીજે ચેમિલજી સ્વામીને અને ચોથે રતનચંદજી સ્વામીને. આમાં પૂજ્ય રૂગનાથજી સ્વામીની સંપ્રદાયની તપાસ કરતાં સમજાય છે કે શ્રી ધર્મદાસજી સ્વામી પછી અનુક્રમે ધનાજી, ભૂધરજી રૂગનાથજી, ટેડરમલજી, દીપચંદજી, ભેરૂદાસજી, ખેતશી, ભીખનજી, ફેજમલજી, સંતેચંદજીઃ આમાં ત્રીજી પાટે ભૂધરજીને ત્રણ શિષ્ય થયા. તેમાં રૂગનાથજી સ્વામી પાસે પ્રખ્યાત જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક પૂજ્યજી શ્રી ભીખમજી સ્વામીએ દ્રવ્ય દિક્ષા અંગીકાર કરી હતી. સૂત્ર સિદ્ધાંતની પાકી તપાસ કરતાં એમને સમજાયું કે હાલમાં જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં મૂર્તિપૂજક અને મૂર્તિને નહિ માનવાવાળા એમ બે વર્ગો છે. આ બંને વર્ગના સાધુઓ જેમ સૂત્રે પ્રમાણે આચાર પાળતા નથી તેમજ પ્રરૂપણા પણ કરતા નથી. ઉલટું સૂત્રથી વિરૂદ્ધ કે મિશ્ર પ્રરૂપણ કરી મહાવીર પ્રભુને નામે લોકેને ભમાવે છે અને એ રીતે જીનશાસને પારાવાર વિકારવાળું બનાવી રહ્યા છે એમ સમજીને એ સર્વેને પરિત્યાગ કરીને કે સરાવી દઈને સ્વયમેવ ફરીથી સાધુપણું અંગીકાર કરીને સૂત્રમાં ભાખેલી જૈન ધર્મની શુદ્ધ પ્રરૂપણ કરી. આવી જાતની શુદ્ધ પ્રરૂપણ એજ મહાવીર પ્રભુનો માર્ગ છે. હે પ્રભુ આ પંથ તારો છે. એ રીતે “તેરાપંથ' કે