________________
જૈન શ્વેતાંબર તેરાપંથ' કહેવાય. મહાવીર સ્વામીએ આજથી ૨૪૬૭ વરસ અગાઉ “જીન શાસનની જે શુદ્ધ પ્રરૂપણા કરી હતી તે જ શુદ્ધ પ્રરૂપણ, પવિત્ર સૂત્રના આધારે પૂજ્ય શ્રી ભીખનજી સ્વામીએ કરી છે. માટે વીતરાગ સમા શ્રી ભીમજી સ્વામીએ કેઈન પંથ, વાડ, સંપ્રદાય સંઘાડે, મત કે પક્ષ સ્થાપેલ નથી પણ પૂર્વે અનતા તીર્થકર દેવોએ જે “જીન શાસનને પ્રકાશ કર્યો હતો એજ પ્રકાશ ભગવાન ભીખમજી સ્વામીએ કર્યો છે. માટે આ કાલે આ દેશ ખરેખરૂં “જીન શાસન જેને કહી શકાય તે ખરું જોતાં જૈન શ્વેતાંબર તેરાપંથેજ છે. માટે જૈન શ્વેતાંબર તેરાપંથ” તે શ્રી ધર્મદાસજી સ્વામીની પરંપરામાં થએલા પૂજ્ય શ્રી રૂગનાથજી સ્વામીની પરંપરામાંથી કે તેમના પેટા વિભાગ તરીકે કે તેમાંથી કિદ્ધારક તરીકે નીકળેલ કેઈ સંપ્રદાય નથી પણ સમગ્ર મૂર્તિપૂજક અને મૂર્તિને નહિ માનવાવાળા સંપ્રદાય કરતાં તદ્દન અલગ-સ્વતંત્ર-સર્વ પ્રકારે સ્વતંત્ર સંપ્રદાય છે, અને તે કેવલ મહાવીર પ્રભુની પવિત્ર આજ્ઞાઓ રૂપ છે. એથી જેન વેતાંબર તેરાપંથ તે મહાવીર સ્વામીએ ભાખેલુંજ પવિત્ર “જીન શાસન છે. મૂળ “જીન શાસનમાં પાછળના આચાર્યો થેડે છેડે વધારે ઘટાડે કરતા ગયા અને મિશ્ર બનાવતા ગયા. છેવટે ખરૂં શું અને છેટું શું એ સમજવાનું મુશ્કેલ બન્યું. લેક મિશ્ર ધર્મને શુદ્ધ જૈન ધર્મ માનવા લાગ્યા. એવા સંયેગેમાં વીતરાગ સમા ભગવાન ભીખમજી સ્વામીને પ્રાદુર્ભાવ