________________
એમના પછી શ્રી જગશ્ચંદ્ર સ્વામીએ “તપાગચ્છની પ્રસ્થા-- પના કરી વિક્રમ સંવત ૧૨૮૫માં એમણે બાર વરસ સુધી આયંબિલ તપ કરેલું તે ઉપરથી મેવાડના જૈત્રસિંહ રાણાએ વીર નિર્વાણ પછી ૧૩૫૫ વિક્રમ સંવત ૧૨૮૫માં તપા’–સાક્ષાત્ તપેમૂર્તિનું બિરૂ અર્પણ કર્યું. ત્યારથી નિગ્રંથ ગચ્છ બદલે તપાગચ્છ' કહેવાથી આ નામ નિગ્રંથ ગચ્છનું છઠું નામ છે શ્રી જગચંદ્ર સ્વામી મેવાડના વરશાલી ગામમાં સંવત ૧૨૮૭માં સ્વર્ગવાસ પામ્યા. તપગચ્છ પ્રસ્થાપક શ્રી જગચંદસ્વામીને બે મુખ્ય શિષ્ય હતા. એક તે દેવેંદ્રસ્વામી અને બીજા વિજયચંદસ્વામી પિસ્તાલીશમી પાટે શ્રી દેવેંદ્રસ્વામી ગણેલા છે. તપગચ્છ
સ્થપાયાને પચીશ વર્ષ જ થયાં ત્યાં તે દેવેંદસ્વામી અને ગુરૂભ્રાતા વિજયચંદ્ર સ્વામી વચ્ચે માટે મતભેદ ઉભું થયે ત્યારથી “તપગચ્છની બે શાખાઓ શરૂ થઈ. દેવેન્દ્ર સ્વામીની લઘુષાર્થ અને વિજયચંદ્ર સ્વામીની બડી ષિાળ, વિજયચંદ્ર સ્વામી ખંભાતમાં બડી શાલા, મેટા ઉપાશ્રમમાં રહેતા હતા, તેથી દેવેંદ્ર સ્વામીને લઘુશાળા-નાના ઉપાશ્રમમાં ઉતરવું પડતું તે ઉપરથી જ બે શાખાઓ નામ પડયા છે. મુખ્ય મતભેદમાં વિજયચંદ્ર સ્વામી કહે કે સાઘવીનું લાવેલું ભિક્ષા–ભેજન સાધુઓને કલ્પ એ પણ હતું. આર્ય સુહસ્તિ સ્વામીથી સાધુઓની ક્રિયામાં શરૂ થએલી લીલાશ આજસુધી મોટે ભાગે વધતી જ રહી હતી. તેમ છતાં કેટલાક ક્રિયાપત્રી–સુવિડિત સાધુએ થઈ ગયાનું પણ વાંચવામાં આવે છે. હાલમાં જે