________________
તપગચ્છની પરંપરા કહેવાય છે તે શ્રી દેવેન્દ્ર સ્વામીની છે. શ્રી વિજયચંદ્ર સ્વામીને ૧૨૮૮માં આચાર્યપદ મળેલું એમને વિજયસેનસ્વામી, પદમચંદસ્વામી, ક્ષેમકીર્તિસ્વામી વગેરે શિષ્ય હતા, લઘુ પિષાળના આચાર્યશ્રી દેવેન્દ્રસ્વામીને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧૩૨૭માં થયે. બડી પષાળની પરંપરામાં થએલા જ્ઞાનચંદસ્વામી કે જ્ઞાનસાગર સ્વામીના સમયમાં એમની પાસેથી સૂત્ર લખવાનું અને સમજવાનું જ્ઞાન મેળવીને ધર્મ સંશેધક શ્રી લંકામહેતાએ વિક્રમ સંવત ૧૫૦૮માં “લંકાગચ્છની પ્રરૂપણું કરી. લંકાગચ્છની પ્રથમ શરૂઆત કાઠિઆવાડના ઝાલાવાડમાં આવેલા શિયાણ ગામ તરફ થઈ. કાઠિવાડ પછી એ કચ્છ ગુજરાત અને મારવાડ વગેરે સ્થળે ફેલાવે થયે.
મહાવીર સ્વામીથી પિસ્તાલીશમી પાટે તપગચ્છમાં દેવેન્દ્ર સ્વામી થયા. એ પછી ધર્મઘોષ, સેમપ્રભ, સેમતિલક, દેવસુંદર, સેમસુંદર, મુનિસુંદર, રત્નશેખર, લક્ષ્મીસાગર, સુમતિસાધુ થયા. શ્રી સુમતિસ્વામીને વિક્રમ સંવત ૧૫૩૩ના અરસામાં આચાર્ય પદવી મળી હતી. તપગચ્છની પટ્ટાવલિ પ્રમાણે સુમતિસાધુ સ્વામી મહાવીર સ્વામીથી ચપનમી પાટે થયા પણ લોકાગચ્છમાંથી નીકળેલ લીંબડી સંઘાડાની પટ્ટાવલિ પ્રમાણે અડતાલીશમી પાટે સુમતિસાધુ સ્વામી થયા. એમની પાસેથી સૂત્ર લખવાની અને સમજવાની કળાની પ્રેરણા મેળવીને લંકા મહેતાએ કાઠિઆવાડ– ઝાલાવાડથી લંકાગચ્છને ઉપદેશ શરૂ કર્યો હતે. કાગચ્છમાંથી પાછળથી નીકળેલ હુકમીચંદજી સ્વા