________________
૫૨૫
પ્રકરણ ૬૨ મું શરીરને લઇને સ્મશાનમાં આવી; પતિના શરીરને પિતાના ખેાળામાં મુકી ચિતા ઉપર ચડી બેઠી. ચિતા અગ્નિની જ્વાળાઓથી ભડભડ બળવા લાગી. બધાના જેતે જેતે તે સ્ત્રી અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. રાજા પરિવાર સહિત શેક કરતા રાજસભામાં આવ્યું.
શેકથી વ્યાકુળ થયેલે રાજા મંત્રી સાથે સભામાં બેઠા હતા તે સમયે અકસ્માત અક્ષત અંગવાળે તે પુરૂષ જમણા હાથમાં તલવારને નચાવતે વિજયી મુખમુદ્રાને ધારણ કરેતે સ્વર્ગમાંથી રાજસભામાં આવ્યો, “રાજન ! વિજ્ય! વિજય! તારી કૃપાથી હું જીત મેળવીને આવ્યા. યુદ્ધમાં દાનવો હારી ગયા અને દેવતાઓને જય જયકાર થયો. યુદ્ધ હવે બંધ થઈ ગયું હોવાથી હું મારી પ્રિયાને લેવા આવ્યો છું. હવે દાનવના ભયથી રહિત સ્વર્ગમાં પ્રિયાને લઈ જઈશ. તે મને આટલી સહાય કરી એ માટે તારે ઉપકાર માનીશ, રાજન ! ” આમ કહી એ પુરૂષ રાજાની પાસે પોતાની પ્રિયાની માગણી કરી.
એ પુરૂષનાં આ પ્રકારનાં વચન સાંભળી રાજા સહિત મંત્રીએ આશ્ચર્ય પામ્યા. કંઈક આશ્ચર્ય અને કઈક શેકમિશ્રિત વાણુથી રાજા બોલ્યા, “અરે પુરૂષ! તારી સ્ત્રી તે કાષ્ઠભક્ષણ કરી તારી પછવાડે સતી થઈ ગઈ. અરે ઉતાવળીએ જરા ધીરજ ધરી હત તે બધી આપદા ટળી જાત.” રાજાએ બધી હકીક્ત કહી સંભળાવી.
સતી થઈ ગઈ? બેટી વાત. હું જીવતે જમ જેવો જાગતે બેઠેલે છું–હયાત છું, ને તે સતી થાય કેવી રીતે? રાજન ! મને તો એમાં કઈક તારો દો લાગે છે.”
દો શાને વળી એમાં? તારા ગયા પછી આકાશમાં દેવદાનવનું યુદ્ધ શરૂ થયું. થોડી વારે તારા હાથ,