________________
૧૨૪
વિક્રમચસ્ત્રિ યાને કૌટિલ્યવિજય “તારે સતી થવું હોય તે ભલે! તારે આગ્રહ હશે તે અમે કશું નહિ, પણ હાલમાં થોડા સમય સબૂર કર! દેવ અને દાનવના સંગ્રામનું પરિણામ આવવા દે! તે પછી તું તારી મરજી પ્રમાણે કરી શકે છે.”
“અરે રાજા! આ તારે બેટો શે આગ્રહ ! મારે માટે ઝટ તૈયારી કર. મશાનમાં ચેહ કરાવ. મારે ને મારા પતિને છેટું પડે છે. એમની સાથે બળી મરવાથી મારી ને તેમની એક ગતિ થાય: પરભવમાં પણ અમે ભેગાં થઈએ.
અરે ભેળી સ્ત્રી, આવા પાઠ તને કેને ભણવ્યા ? મૃત્યુ પછી કઈ એકબીજાને મળી શકતું હશે ખરું? જગતમાં સૌના રસ્તા જુદા છે. પતિ મરીને બીજી એનિમાં જાય છે, ત્યારે સ્ત્રી મરીને પિતાનાં સારાં માઠાં કૃત્યેના અનુસારે કેઈ અન્ય નિમાં ચાલી જાય છે. પંખીના મેળાની માફક મળેલાં માનવી મૃત્યુ પછી પાછાં ભાગ્યે જ મળે છે. જેમ રાત્રીએ એક વૃક્ષ ઉપર એકત્ર થયેલાં પંખીઓ પ્રાત:કાળે જુદી જુદી દિશામાં ચાલ્યાં જાય તેમ, પિતપોતાના કર્મને અનુસરે સૌ જુદે જુદે સ્થાનકે ચાલ્યાં જાય છે, માટે હે સ્ત્રી, આ બધો વલોપાત છેડી દે! '
એ સ્ત્રીએ પિતાને કદાગ્રહ છાડ નહિ, “રાજન ! એ બધી તારી વાત મારે સાંભળવી નથી. મારી તે એક જ માગણે છે, મારે માટે સ્મશાનમાં ચેહની તૈયારી કરાવે છે કે નહિ? નહિતર હમણાં જ તને સ્ત્રી હત્યાનું પાપ આપું છું.”
રાજાની સમજાવટ છતાં આ મૂખે સ્ત્રી કેઇ રીતે નહિ સમજવાથી રાજાએ એની ચિતા માટે સ્મશાનમાં તૈયારી કરાવી. ધામધૂમથી આડંબર પૂર્વક તે સ્ત્રી પતિના