________________
વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય પૂછયું, “ભૂદેવ! મારે હાથ જુઓ તે ! ” પિતાને હાથ લાંબો કરીને ચંદ્રસેને ભૂદેવના હાથમાં મૂક્યું. ભૂદેવે એને હાથ જોયે; પાટી ઉપર આંકડા મૂકી એની લગ્નદશા જોઈ. લગ્નદશા સારી હેઈ ભૂદેવ બોલ્યા, “અરે ચંદ્રસેન ! તમે ઘણું ભાગ્યશાળી છે! રાજાના માનિતા છો! તમે ત્રણ ભાઈઓ છો ! એક બહેન અને પાંચ સ્ત્રીઓ તમારે છે. » ભૂદેવની વાણી સાંભળી ચંદ્રસેન પ્રસન્ન થયે. સારી દક્ષિણા આપીને ભૂદેવને રાજી કરી તે ત્યાંથી ચાલ્યા ગયે, અને સાયંકાળ થવાથી ભૂદેવ પણ નગરની બહાર એક દેવકુળમાં રાત્રીવાસે રહ્યો.
ગંગાદાસ પુરોહિતની પત્ની મૃગાવતી ચંદ્રસેનમાં પ્રીતિવાળી હોવાથી માદકેને થાળ ભરી તેજ દેવકુળમાં આવી. ચંદ્રસેનને આવવાનો સંકેત કરેલ હેવાથી ઉતાવળી આવેલી મૃગાવતીએ અંધારામાં દેવકુળમાં સુતેલા પેલા વિપ્રને ચંદ્રસેનની બુદ્ધિએ જગાડી, પેલા મોદકે સારી પેઠે ખવડાવ્યા; બાલવા ઉપરથી તેને કેઈ બીજે પુરૂષ લાગે, તેથી મૃગાવતી બેલી, “તું કેણ છે?”
હું એક બ્રાહ્મણ છું.” તે પુરૂષ છે . “અરે પુરૂષ! મેં તને માદક ખવરાવ્યા, તે પુરુષની અભિલાષાવાળી મને તું તૃપ્ત કર ” મૃગાવતી બોલી.
અરે સ્ત્રી ! એમ ન બોલ! તે મને માદક ખવરાવ્યા એના બદલામાં જોઈએ તે દ્રવ્ય તું મારી પાસેથી લે! પણ હું તારે સ્પર્શ તે કરીશ નહિ.” ( વિપ્રને અરસિક જાણી મૃગાવતી ખિન્ન થઈ ગઈ અને દેવકુળથી પાછી નગર તરફ વળી, તે સામેથી ચંદ્રસેનને આવતો જોયો. દીપકના પ્રકાશમાં દૂરથી આવતા ચંદ્રસેનને જે મૃગાવતી ત્યાં ઉભી રહી. ચંદ્રસેન ત્યાં આવી પહોંચે.