________________
૨૫૦
વિક્રમચરિત્ર અને ટિલ્યવિજય પિતાની જાતે દીક્ષા ગ્રહણ કરી નગરીની બહાર ઉદ્યાનમાં ધ્યાન ધરીને તે રહ્યો–નલિની ગુલમ વિમાનનું ચિંતન કરતે, કાઉસ્સગ્ય સ્થાને રહ્યો. નિશા સમયે શુભ ધ્યાનમાં રહેલા નવદીક્ષિતને, તેની પૂર્વભવની પત્ની મરીને શિયાળ થયેલી તે પોતાનાં બચ્ચાં સાથે ત્યાં આવી, મુનિને જોઈ રોષાયમાન થઈ ને તેને ઉપસગ કરવા લાગી. શિયાળનો અતિ દુઃખદાયક અને આમરણાંત ઉપસર્ગ શુભ ધ્યાનમાં રહેલા મુનિ સહન કરીને પ્રાત:કાળ થતાં તે મૃત્યુ પામી ગયા ને નલિની ગુલમ વિમાનમાં ઉત્પન્ન થઈ ગયા, જ્યાંથી આવ્યા હતા ત્યાં ઉત્પન્ન થવા તે ચાલ્યા ગયા–પિતાની દેવીને વહાલા થયા.
પ્રાતકાળે સૂરિને પૂછીને ભદ્ર શેઠ ને ભદ્રા શેઠાણું નગરીની બહાર આવ્યાં. પુત્રને મૃત્યુ પામેલા જાણી શકાતુર થયેલા એમણે પુત્રને અગ્નિસંસ્કાર કર્યો પછી મકાને આવેલા શેઠશેઠાણીએ ગુરૂને પુત્રની હકીકત પૂછી
મારો પુત્ર કયાં ગયા?” “તમારે પુત્ર નલિની ગુલમ વિમાનમાંથી આવ્યો હતો ને પાછા ત્યાંજ ગયો છે,” વિગેરે ઉપદેશ કરીને સૂરિએ તેમને શેક તજા, અને જ્યાં પુત્રને કાળ થયો હતો ત્યાં પુષ્કળ ધન ખર્ચીને એક ભવ્ય જીને શ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી એ ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી પધરાવો-અવંતીના પુત્ર મહાકાલના નામ ઉપરથી એ ભવ્ય પ્રાસાદનું નામ મહાકાલનું મંદિર થયું અને ભગવાન મહાકાલેશ્વર કહેવાયા!” ગુરૂએ ટૂંકમાં હકીકત કહી સંભળાવી.
આ ભવ્ય ઈતિહાસ ગુરૂ પાસેથી સાંભળી વિક્રમાદિત્ય પ્રસન્ન થયે ને બધે પરિવાર પણ ખુશ થયા.
પછી ભગવન! આગળ શું થયું?”