________________
પ્રકરણ ૩૦ મું
રપર આ રહા મહાકાલેશ્વર પાર્શ્વનાથ-અવંતી પાર્શ્વનાથ એ મંદિરમાં રહ્યા છતાં કેટલાક કાળ પૂજાયા કાળે કરીને બાહાણેનું જોર વૃદ્ધિ પામતાં તેમણે પાર્શ્વનાથની પ્રતિમાને જમીનમાં ભંડારી–સ્થાપીને ઉપર પાર્વતીપતિનાં લિંગનું સ્થાપન કરી દીધું. ત્યારથી પૂજાતું આ શિવલિંગ સ્તુતિ સહન નહિ કરવાથી આજે આખરે ફાટી ગયું, ને અદ્ભુત પાશ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. આ અવંતીનાથ–અવંતી પાર્શ્વનાથ પ્રગટ થયા. આ દેવને પ્રભાવ અદભુત છે, ગી અને ભેગી સર્વને આ આરાધવા યોગ્ય છે. * અવધુતે પાર્શ્વનાથના પ્રભાવનું વર્ણન તેમજ વીતરાગનું સ્વરૂપ કહી સંભળાવ્યું. નગરીમાં સંઘને જાણ થતાં આખુંય નગર મહાકાલના મંદિર આગળ ભેગું થયુંઅવધુત— પ્રગટ થયેલા સિદ્ધસેન દિવાકરસૂરીને ધામધુમથી નગરીમાં લાવવામાં આવ્યા
રાજા વિક્રમાદિત્ય, આ મહાકાલના મંદિરને નવેસરથી સુધરાવી ત્યાં પાર્શ્વનાથની સ્થાપના કરી, તેમની પૂજા કરવા લાગ્યો. સૂરીશ્વરના હંમેશના ઉપદેશથી રાજાને મિથ્યાત્વરૂપી અંધકાર પણ ખસી ગયે અને હૃદયમાં સમકિતરૂપી દીપક પ્રગટ થયા. ભગવાનની પૂજા માટે ને મંદિરના નિભાવ માટે હજ ગામની ઉપજ વિક્રમાદિત્યે અર્પણ કરી, અને સુરિના ઉપદેશથી તે દ્વારા વ્રતધારી શ્રાવક થયે
“પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ, સભર ઊગતે સૂર દુઃખ દેહગ દૂરે ટળે, દિન દિન વાધે નુર.”
પ્રકરણ ૩ મું
રાજગુરૂ “ભવબાજી રમતાં કદી, હરે ભલે રમનાર; છેલી બાજી સુધારશે, તો થાશે બેડે પાર.”