________________
૧૮૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્રો.
કેટલાકના ચંચતાડન, કેટલાક મને ઉપાડી ફેંકી દેતા અને કેટલાક ઘસારાથી પાડી નાખતા, કેટલાક મર્દન કરતા, તેમજ કેટલાક અન્ય સંમદ કરતા તેની વચ્ચે આવી પડતાં, વળી ઉપરા ઉપરી બેઠેલા અને પિતાના જીવિતની રક્ષા કરવા મજન કરતા અને તરતા, તેમના આઘાતથી કલ્લોલ ઉછળતા અને તેમનાથી સમસ્ત સરેવર ઢંકાઈ જતાં પાણી પણ ન દેખાતું અને તે બધિબીજની જેમ પામવું અતિદુર્લભ થઈ પડ્યું. ત્યાં પાણી લેવા ભમી ભમીને સરોવર જેમાં એક સ્થાને સહેજ આંતર જોતાં, ત્યાંથી મેં ચાંચમાં પાણી લીધું, અને માળા પ્રત્યે આવતાં જોઉં છું તે ઉચે અગ્નિજ્વાળા મેં જોઈ અને તેના તાપથી આળોટતા તથા રૂદન કરતા બાળકો જોયા. એટલે—“હા ! હું હણાઈ” એમ કરૂણ સ્વરે રૂદન કરતાં પુત્રવત્સલ હું તેમના પર વારંવાર પાણી નાખવા લાગી. વળી એક ચચે તે ત્રણે બાળકને એકીસાથે ઉપાડવાને અસમર્થ, જેથી એક બાળકને ઉપાડી અન્યત્ર ચાલી ત્યાં પણ દાવાગ્નિ ફરી વળવાથી બાળકને ન મૂકતા હું પાછી માળા પ્રત્યે આવી. ત્યાં બને બાળકે દાવનળથી બળતાં જોઈ, અંગશિથિલ થતાં તે બાળક પણ ચાંચમાંથી પડી ગયું, ત્યારે મને વિચાર આવે કે—બે બાળકે તે મરણ પામ્યા, પણ આ એક હજી જીવે છે, તેની રક્ષા કરી, હું માતૃત્વ-પક સફળ કરૂં” એમ ધારી, નિર્ભય થઈ વાત્સલ્યથી એકદમ દાવાનળથી હેજ બળેલ બાળકને મેં ઉપાડી લીધું. ત્યાં ઉંચે જ્વાળા પ્રસરતાં દાવાનળે મારી પાસેથી બાળક મૂકાવવા ચોતરફ જ્વાળારૂપ પાશ નાખે, એટલે જ્વાળાઓ વડે મને તાપ લાગતાં પણ મારા પક્ષ અને પગ અક્ષય રહ્યા.તે સરેવરના મધ્યભાગે બકસ્થળ નામે સ્થાન કે જે વિવિધ પંખીઓથી વ્યાપ્ત હતું. ત્યાં વિદ્યાધરેએ પિતાના વંશના આદિપુરૂષ અષભદેવનું મંદિર કરાવેલ,