________________
અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત.
૧૮૭
તેમાં આદિનાથ ભગવાનની રત્નમય પ્રતિમા તેમણે સ્થાપન કરી હતી. ગાંધર્વ અને વિદ્યાધરના સ્વામીઓ તે પ્રભુની પૂજા–ભક્તિ કરતા. એટલે હું પણ ચાંચમાં બાળકને લઈ આકાશમાં ઉછે, પણ છેવટે થાકી જતાં, તે પ્રભુની આગળ હું પી ગઈ. ત્યાં પડવાના આઘાતથી મારે બાળક તે તરત મરી ગયે. અનેક કષ્ટ એકત્ર થતાં એક મરણની મહ–આપત્તિ આવે છે. તે આઘાતને લીધે હું પણ મૂછ પામી, પણ કાંઈ પુણ્યના બળે મારી દષ્ટિ જિનપ્રતિમામાં તલ્લીન થઈ. જિનમૂર્તાિ નજરે જોતાં દાવાનળના દાહની વ્યથા તથા આકાશથકી પડવાની પીડા ક્ષણવારમાં શાંત થઈ ગઇ. જિનના દર્શનથી દુષ્કર્મ નષ્ટ થાય, મેક્ષસુખ મળે, મરણ ભય જાય, તે એ પીડા શું માત્ર? એમ મારી દષ્ટિ લીન થતા, મારું મન પણ ભગવંતમાં લીન થયું, તેથી શરીરની વ્યથા હું ભૂલી ગઈ, તેમ પુત્રની વ્યથા પણ મને અસર ન કરી શકી. તિર્યંચ-જાતિમાં ઉસન્ન થયા છતાં હું અકસ્માત દેવગે પોતે પ્રભુપ્રસાદ પામતાં, મારા હૃદયમાં વિવેક જાગ્રત થતાં એ દુર્લભ, વિવેકને લીધે હું મનુષ્ય જેવી ઉત્તમ બની અને બધા જીને મિથ્યા દુષ્કૃત શીધ્ર આપવા લાગી, વળી શ્રી અરિહંતની સાક્ષીએ તિર્યંચ-ભવના બધાં પાપ આવી પ્રભુના દર્શન–પ્રભાવે મેં ઉંચ ગોત્રકમ તથા દુર્લભ મનુષ્ય–ભવ ઉપાર્જન કર્યા કે જે ભાવમાં આવતાં મેક્ષ સુખ પામી શકાય- એવામાં તેજ જિનમંદિરમાં તરત આયુષ્ય ક્ષય થતાં સુખે મરણ પામી, હું આ રાજાની પુત્રી થઈ. હે સખી! એમ વિધ્યાચલને જોતાં પૂર્વાનુભૂત સરેવર, જિનચૈત્ય જોતાં, પાછળની સ્થિતિ સંભારતાં મને ત્યાં ઘણે પ્રેમ પ્રગટ. વળી હંસ મને તજી ગયે, તેથી હે સખી ! પુરૂષ પ્રત્યે મને ઘણે ઠેષ થયો છે. પુરૂષે પુરૂષત્વને લીધે ઉત્તમ છતાં અધમની જેમ, સ્વાધીન, કુલીન અને શીલવતી પિતાની સ્ત્રીને તજી દે છે”