SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અજાપુત્રના પૂર્વભવન વૃતાંત. ૧૮૫ બાળકને બચાવ.” એમ મેં કહ્યા છતાં તેણે ગણકાર્યું નહિ, તેવામાં તે દાવાનળ નજીક આવતાં તરત મારે માળે બળતાં, મારાં બાળકે આકુળ થઈને ભારે આક્રંદ કરવા લાગ્યા. ત્યારે બળતા માળાને જોઈ હું સુવાવડની બાધાથી પીડાતાં છતાં ચાંચવડે સાવરથી પાણી લાવી લાવીને માળાને સિંચવા લાગી, એમ વારંવાર સિંચતાં હું જતાં આવતાં દરમ્યાન મારા પુત્રો ઘણે સંતાપ પામતા તે વખતે ચેતરફથી દો આવેલા નાના મોટા પ્રાણઆવડે સરોવરનું પાણી મૂળથી ઢંકાઈ જતાં તે મહાકષ્ટ લેવાય તેમ હતું. ત્યારે મેં હંસને પુનઃ કહ્યું કે—“હે પ્રાણનાથ ! તમે મારી ઉપેક્ષા કેમ કરે છે? અરે ! તમારા દેખતાં મારા પુત્રે દાવાનળમાં બળે છે.” એમ મેં કહેતાં તે બેલ્યા વિના તરત ક્યાંક ચાલ્યા ગયે. તે પ્રેમ, તે પુત્રવાત્સલ્ય અને સ્ત્રીસ્નેહ-બધું મરણના ભયથી ભૂલી જતાં તે પ્રાણ લઈ ભાગ્યે, પરંતુ તેનું જીવિત પણ કેટલું? જે સ્ત્રી-પુત્રને કૃતજ્ઞ થઈ સતાવે તે કેટલું છે? અરે તેવા નિલજ, હીન પુરષને વારંવાર ધિક્કાર છે કે જે મમતા મૂકી, નિર્દય બની, પુત્ર સહિત મને સંકટમાં મૂકી ચાલ્યા ગયે. ઉપકારી જને તે ગમે તેને સંકટમાંથી ઉદ્ધાર કરે છે, તે પુત્રે એ શું ભાંડ-કરીયાણાં છે? એ તે ભારે ભાગ્યથી પ્રાપ્ત થાય છે. કારણ કે જે અકૃત્રિમ પ્રેમ પિતાના બાળકો પ્રત્યે હાય, તે પ્રેમ માબાપ, દેવ, ગુરૂ કે વિત્ત કે મિત્ર પર પણ હોતું નથી. અહો તે દુષ્ટાત્માએ મારા પ્રેમની પણ કદર ન કરતાં, તે શઠતાએ હણુ અને બળતા પુત્રને તજી જતાં તેનામાં દયાએ પણ વાસ કર્યો નહિ, પછી તે હતાશ બનેલ મેં ફરી પણ તેની ઘણી રાહ જોઈ, છતાં તે ન આવતાં હું ફરી મહાકષ્ટ સરોવરનું પાણી લેવા ચાલી, ત્યાં કેટલાક પશુઓના શીંગડાની સખ તાડના સહન કરતી,. કેટલાકને પક્ષઘાત અને
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy