SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ક વાતો કરતા બાળકોચ શારિ આરામનંદનની કથા. ૧૧૩ પુત્રોની પહેલાં તે મોટા વહાણમાં આરૂઢ થયે. તેમજ જ્ઞાતિજનોએ મંગલ કરતાં અન્ય વણિકપુત્રે પણ ચાનપાત્રો સજજ કરીને બેઠા. પ્રધાન મુહૂર્વે અનુકૂળ પવન વાતાં કેલાહલ કરતા નાવિકે તરત તેમાં આરૂઢ થઈ ચાલ્યા, એટલે પાછળ દોડતા બાળકાયુક્ત જનકની જેમ પાછળ પાછળ આવતાં ન્હાનાં બહાણે શોભવા લાગ્યાં. ભારે વેગથી ચાલતાં તે ક્યાંક રાજહીન (સુન્ય) દ્વીપમાં પહોંચ્યાં, ત્યાં સઢ નીચે ઉતારી બહાણે ભાવવામાં આવ્યાં. એટલે ગુરૂવાક્ય વડે શિષ્ય અને અંકુશવડે હાથીની જેમ ઉતાવળે જતા તે બહાણે તરત ત્યાં ઉભા રહ્યા. સાગરના મધ્ય ભાગમાં આવેલ તે દ્વીપમાં પાણી અમૃત સમાન મધુર હતું. દુર્જનના કટુ વચનમાં પણ શું સંતનું મીઠું વચન ન હોય? પછી તેમણે દ્વીપના કુવા થકી પાણી લીધું અને તુંબઈમાં ધાતુદી રસ ભરે તેમ ટાંકીએમાં તે ભરી દીધું, ત્યાં ઉતાવળ કરતાં તેમણે ન્હાણ ચલાવવી સજજ કર્યા. પણ આરામનંદન તે જાણે ત્યાં વસનાર હોય; તેમ બેસી રહ્યો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે-“હે મહામતિ ! વહાણ કેમ પૂરતું નથી ? એમ નાવિકના કહેતાં તેણે જણાવ્યું કે-“મારે શરીરનું કારણ છે, તેથી હું સાથે ન આવતાં અહીંજ રહીશ, તમે કુશળે જાઓ.” તેમણે શંકા લાવી કહ્યું કે જે તમારે શરીર સારૂં ન હોય, તો તમે સાથે આવનાર હોવાથી અમે તમારી શુશ્રુષા કરીશું.” આરામનંદને કહ્યું–પૂર્વે કદિ હું બહાર ણમાં બેઠેલ ન હોવાથી મારું શરીર ભમે છે, તેથી આકુળ મને હું નાવપર ચઢવાને અસમર્થ છું. તમે પાછા વળે, ત્યારે મને સાથે લેજે.” એમ સભ્યતાથી કહી તેણે તેમને વિસર્જન કર્યા. તે પોતે ન આવતાં વિસર્જન કરવાથી અતિ દુખ પામતા તે વ્હાણવટીયા અનુક્રમે પિતાના ઈષ્ટ પ્રદેશમાં ગયા. પછી શુદ્ધ બુદ્ધિમાં બૃહસ્પતિ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy