SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રીચંદ્રપ્રભ સ્વામ–ચરિત્ર. સમાન આરામનંદને નેકરે પાસે વ્રીહિ પ્રમુખ વહાણમાંથી ઉતરાવ્યાં. ત્યાં સર્વત્ર દ્વીપ જોઈ તેણે પોતાને માટે તથા નેકરેને માટે જુદા જુદા ઘાસના ઘણા ઝુંપડાં કરાવ્યાં, અને કર્મચારીઓના ઝુંપડા પાસેજ પિતાનું ઘર કરાવ્યું. તથા વીહિ પીસવાને તેમને હુકમ કર્યો. વળી દાસીઓને ચોખા ઝાટકવા તથા વિણવાના કામે લગાડી, તેમજ ભેંસે દેહવા તથા ચારવા માટે એક નેકરને હુકમ કર્યો. બધા કર્મકને તેણે ચોખાને ખેરાક આપતાં, તે દ્વિીપ ગ્રામ જે બન્યો અને ત્યાં રાંધવાનું પણ ચાલુ થયું. એમ દરરોજ ત્યાં ક્ષીરાદિકનું ભજન કરતાં, તેમના દિવસે ઓચ્છવની જેમ જવા લાગ્યા. - એક વખતે આરામનંદન સાંજે એકલે સમુદ્ર કાંઠે આમતેમ ભમતું હતું ત્યાં કંઇ વિચાર આવતાં તેણે પિતાના નોકરે પાસે સમુદવેલામાં ખાતરની જેમ હેજ ઉષ્ણ રાખ નખાવી. પછી સાંજે જળપુરૂષે સમુદ્ર થકી બહાર આવતાં ભસ્મગધ સુંધી, ભય પામતાં હળવેથી પાછા ચાલ્યા જતાં, વળી પાણીથી ભ પામતાં અને મેટા કલ્લોલથી પીડાતા, તેઓ રાસભની જેમ ત્યાં આળોટવા લાગ્યા, એમ વારંવાર આળોટતાં ઔષધની જેમ ભમવડે તેઓ મહા તપસ્વીઓના જેવા પાંડુર બની ગયા. એમ સદા ત્યાં આળટતાં અનુક્રમે તે જળમનુષ્ય કંઈક નિર્ભય થયા. પછી આરામનંદને દધિમિશ્ર ચોખાની ઘેંસ કે જે હિમ સમાન શીતલ અને પૂરના ચૂરણવડે વાસિત, અગરૂના ધૂપયુક્ત તથા નાની તાંબાની થાળીમાં નાખેલ એવી ઘેંસ પોતે લઈને સમુદ્ર તીરે દર મૂક્તિ એટલે દક્ષિણ પવનથી ઉછળતો અપરિમિત ગંધ પ્રસરતાં, તે જળપુરૂષ બહાર આવીને ક્ષણભર નાસાપુટથી સુંઘવા લાગ્યા, તે પ્રિય અને ભાવે તેવી તે ઘેંસ તરફ પિતાની નાસિકા ઊંચે રાખી,
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy