________________
૫૪
જૈન દર્શનને કર્મવાદ
* ,
કેમ
કે
-
+
+
પારમાર્થિક દૃષ્ટિએ તે પક્ષ જ છે. પારમાર્થિક (વાસ્તવિક) પ્રત્યક્ષ તે અવધિ-મન પર્યાય અને કેવળ જ છે.
જ્ઞાન એ આત્માને સ્વભાવ છે. એટલે કેઈપણ દશામાં વર્તતે આત્મા જ્ઞાનરહિત તે હેતે જ નથી. પરંતુ પૂર્ણ વિકાસ પામેલું જ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે, અને અપૂર્ણ જ્ઞાન તે વિભાવજ્ઞાન છે. સ્વભાવજ્ઞાન કેઈ પણ પ્રકારના આચ્છાદનરહિત છે. અને વિભાવજ્ઞાન ન્યુનાધિક રીતે પણ કર્મથી આચ્છાદિત છે.
મતિ–શ્રુત—અવધિ અને મન પર્યવ તે વિભાવજ્ઞાન છે. કેવલજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે. સ્વભાવજ્ઞાનયુક્ત આત્માની દશા તે સ્વાભાવિકદિશા છે. અને વિભાવ જ્ઞાનવાળી આત્માની દશા તે વિભાવદશા છે.
જૈનશાસ્ત્રમાં જેમ ચૈતન્યશક્તિને વિચાર, મતિ આદિ પાંચસ્વરૂપે કરવામાં આવ્યો છે, તેમ જ્ઞાન અને દર્શન એમ બે સ્વરૂપે પણ કરવામાં આવ્યું. છે. તેમાં કેવલજ્ઞાનરૂપ સ્વાભાવિકજ્ઞાન અને મતિ આદિ ચાર જ્ઞાન તથા ત્રણઅજ્ઞાનરૂપ વિભાવિકજ્ઞાન, એમ કુલ્લા આઠ પ્રકારે જ્ઞાનેપગની વિચારણા પૂર્ણ થઈ. - હવે દર્શન અંગે વિચારતાં ઉપગની સર્વપ્રથમ ભૂમિકા. દર્શન છે. વિવિધ જ્ઞાન તે જ દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. એટલે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાય છે. દર્શનને સામાન્યપગ-નિરાકાર