________________
૪૩૮
જૈન દર્શોનના કવાદ
કષાયેાના કટુ વિપાકોના દ્રષ્ટાન્તાના ખ્યાલ, ક્ષમા-મૃદુતા સરલતા વગેરેની મળેલી તક, ઈત્યાદિ કરવાની જરૂર છે, અને એ બધા ક્ષયાપશમના ઉપાયે છે
પ્રથમ કહેવાઈ ગયું કે કર્મોના ઉદય થવાના સમય ન થયા હાય એટલે કે નિયત અખાધાકાળની પૂર્ણતા થયા પહેલાં કમ ઉદયમાં આવ્યું હાય, તેને ઉદીરણા કહેવાય. ઉદીરણા થવી એટલે કાચી મુદ્દતે હુંડી પકવવા જેવી દશા છે, યાતા ધીમે ધીમે પાંચ વરસે દશલાખ ભરપાઈ કરવાના બદલે એકી સાથે દશલાખ ભરપાઈ કરવા જેવી દશા છે. શક્તિશાલીને એટલે કે એકી સાથે દેવુ' ચૂકવી શકનાર માટે, મુદ્દત પાકચા પહેલાં પણ દેવુ ચૂકવી દેવુ એ સારી દશામાં દેવામાંથી મુક્ત થવા જેવુ છે. એ રીતે વેઢવાની તાકાતવાળાને ઉદીરણા-એ વહેલી તકે કર્મ મુક્ત થવાની તક (ચાન્સ) પ્રાપ્ત કરવા જેવુ છે.
સહન કરવાની તાકાત વિનાનાને ઉદીરણા તે! ઊલટી બમણાં બધાવનારી અને છે. ઉદીરણા સ્વવર્ડ યા તે પરવડે એમ બન્ને પ્રકારે થાય છે. વેદત્રાની તાકાતવાળા સભ્યદ્રષ્ટિ આત્માએ કર્મોના દેવામાંથી વહેલા મુક્ત થવા માટે જાણી જોઈ ને ઉદીરણા કરે છે, અને ઉત્તીરણા વડે ઉદયમાં લાવેલાં કર્મોને સમતાભાવે ભગવી તેની નિર્જરા કરે છે. એ રીતે સહન કરવાની તાકાત વિનાના કેટલાકને અણુઈ ચ્છાએ પણ ઉદીરણા ઉપસ્થિત થાય છે, અને એવા સમયે આત્ત-રૌદ્રધ્યાન થવા વડે તે નવાં અશુભકર્મેમાં ઉપાર્જન કરે છે. એવી ઉદ્દીરા કેટલીક વખત બીજા નિમિત્ત વડે પણ પ્રાપ્ત