________________
૪૨૪
જૈન દર્શનને કર્મવાદ છે. અને નિર્જર પ્રાપ્ત થતાં સંવર તે અવશ્ય પ્રાપ્ત થાય જ છે.
સંવરની કમેક્રમે થતી વૃદ્ધિના પ્રમાણમાં કર્મ પ્રકૃતિએને બંધ ઓછો થતું જાય છે. અને છેવટે સંવરની સંપૂર્ણતા થતાં ૧૪ મા ગુણસ્થાનકમાં કર્મબંધનને તદ્દન અભાવ થાય છે. એવી રીતે કર્મની નિર્જરા પણ કમેકમે વૃદ્ધિ પામતાં કર્મબંધના તદ્દન અભાવ પછી અલ્પ સમય
માં જ તે નિર્જરાની પૂર્ણતા થાય છે. અને સંવર તથા નિર્જરા પૂર્ણ ઉત્કર્ષ પર આવતાં મેક્ષ પ્રાપ્ત થાય છે. • ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ પરમાત્મા પિતાના તે આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચારકર્મો, જે “અઘાતી” અથવા “ભવે પગ્રાહી” કહેવાય છે, તેને ક્ષીણ કરે છે. અને તક્ષણત સીધું ઉર્ધ્વગમન કરીને ક્ષણ માત્રમાં લેકના અગ્ર ભાગ ઉપર અવસ્થિત થાય છે. આ રીતે બન્ધ હેતુઓના બિલકુલ અભાવથી અને નિર્જરાથી, કમને આત્યંતિક ક્ષય થવાથી, પ્રાપ્ત અવસ્થાને, મિક્ષ કહેવાય છે.