________________
પ્રકરણ ૧૧ મું પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન કર્મ, પૂર્વોક્ત આઠ પ્રકારે બંધાય છે. કર્મ, કેવા સ્વભાવે અને કેટલા સમય પૂરતું, કેવા રસપૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદય (ફળ દેવાના સમય)માં આવશે, તે કાર્મણ વગણને, સંસારી આત્મા સાથે બંધ થવા સમયે જ નિયત થાય છે. પરંતુ તે કર્મને ઉદય શરૂ થયા પહેલાં તેમાં કવચિત ફેરફાર પણ થઈ જવા પામે છે. એ ફેરફાર થવાનું કારણ જીવના પૂર્વ કર્મ કરતાં, વિદ્યમાન અધ્યવસાયે ઉપર વિશેષ હોય છે. આ માન્યતાથી સિદ્ધ થાય છે કે બંધ સમયે નિયત થયેલ બાબતમાં પણ પરિવર્તન થઈ શકે છે. બંધાયેલ દરેક કર્મોનું આ પ્રમાણે પરિવર્તન થાય છે એમ પણ નથી. પરંતુ અમુક સંસ્કારવાળા કર્મમાં જ આ પ્રમાણે પરિવર્તન થાય છે. આ સંસ્કારની ઉત્પત્તી, બંધસમયે જ કર્મમાં પેદા થાય છે. કેઈક કર્મ એવા સંસ્કારવાળું પણ હોય છે કે બંધ સમયે નિયત થયેલ બાબતેમાં કોઈ પણ પ્રકારે કંઈ પણ પલટો થવા પામેજ નહિ. નિકાચિત અને નિધત્તિકર્મ –
જેને નિયત થયા મુજબ જ ભેગવવું પડે, તેવા - સંસ્કારવાળા કર્મને જૈનશાસ્ત્રમાં “નિકાચિત કર્મ' તરીકે ઓળખાવ્યું છે. નિકાચિત સિવાય બીજું એક એવા સંસ્કાર વાળું કર્મ પણ છે કે, કર્મ અંગે જે ફેરફાર થવાના પ્રકાર દર્શાવ્યા છે, તે પૈકી, સ્થિતિ અને રસમાં જ ન્યૂનાધિક થવાના સ્વભાવરૂપ પ્રકારનું થવાપણું તેમાં હોય છે. આવા સંસ્કાર
નિકાચિત
થયા મુજબ, નિકાચિત કર્મ