________________
સંવર-નિર્જરા અને મોક્ષ કરનારૂં હોય તે તે કષ્ટને ઉત્પન્ન કરવાવાળી પ્રવૃત્તિ. ત્યાજય છે. પરંતુ ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે હર્ષ પૂર્વક જે કષ્ટ ઉઠાવવામાં આવે તેવું કષ્ટ તે હર્ષને જ ઉપન. કરનારું હોવાથી કષ્ટરૂપે ગણાતું નથી.
ધન પ્રાપ્તિની અનુકુળતાવાળે દેવાદાર તે લેણદારને ધન આપતાં દેવાથી મુક્ત થતે જાણી હર્ષ અનુભવે છે. દુકાને બેઠેલે વેપારી ઘરે જમવા જવાના ટાઈમે પણ ઘરાકની ભીડને જમવા જવામાં વિદ્ધભૂત નહિં માનતાં આનંદભૂત માને છે. એવી રીતે તપસ્વીને પણ તપસ્યાથી થતી શરીરની ક્ષીણતામાંય મેક્ષરૂપ સાધ્યની મીઠાસથી હંમેશાં આનંદની વૃદ્ધિ હોય છે. બાકી પૌગલિક સુખની તૃણાથી દીન બનેલા પુરૂષે જે કષ્ટ સહન કરે છે, અથવા જે લેકસંજ્ઞાથી ડરીને પરાધીનપણે દીનવૃત્તિથી આહારના ત્યાગરૂપ તપ કરે છે, ને તપનથી. કારણ કે તેને કષાયના ઉદયથી થતું હોવાને લીધે અને કર્મબન્ધનું કારણ હોવાથી આશ્રવરૂપ છે. જેથી તેવું તપ, પૂર્વના અન્તરાય કર્મના ફળરૂપ છે. અને તપાષ્ટકના સાતમા લેકમાં કહ્યા મુજબનું જ તપ તે, ભૂતકાળમાં સંચિત કર્મોરૂપી કાષ્ટ સમૂહેને બાળી. ભસ્મભૂત કરનાર છે.
સંવર અને નિર્જરાને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સંવરધમીને ગૌણપણે સકામ નિર્જરા પણ અવશ્ય હેય