________________
૩૪૬
જૈન દર્શનને કર્મવાદ ચારે આયુષ્ય અંગે જઘન્ય સ્થિતિસ્થાનકથી પ્રારંભી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં પ્રત્યેક સ્થિતિસ્થાનકે અનુભાગસ્થાને અસંખ્ય ગુણ હોય છે.
આ પ્રમાણે પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં અનુભાગબંધાધ્યવસાયેનું પ્રમાણ એક સરખું નહીં હોવાથી એક જ સ્થિતિબંધમાં અનુભાગ (રસ) બંધ પણ પૃથફ પૃથક રીતે થાય છે. એક જ સ્થિતિબંધમાં થતા તે પૃથક પૃથક્ અનુભાગના સર્વ સમૂહમાં અશુભકર્મના જઘન્ય અનુભાગબંધથી પ્રારંભી ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સુધીમાં પ્રત્યેક અનુભાગબંધની તીવ્રતા અનુક્રમે અનંતગુણ હોય છે. જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલ્પ છે, તેથી દ્વિતીય. સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ તીવ્ર હોય છે. એ રીતે અશુભકર્મ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસ્થાનથી આરંભીને અનુક્રમે ઉર્ધ્વમુખે અનંતગુણ અનુભાગ હેય, અને શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાનથી પ્રારંભીને અનુક્રમે અધૂમુખે જઘન્યસ્થિતિ સુધી અનંતગુણ અનુભાગ હોય છે.
આ કથન સામાન્યપણે સમજવું. બાકી તે દરેક કર્મપ્રકૃતિના જઘન્યસ્થિતિસ્થાનકથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં દરેક સ્થિતિસ્થાનકમાંના દરેક અનુભાગબંધનું તીવ્ર મન્દ, તે કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં વિસ્તૃત રીતે દર્શાવેલ અનુકૃષ્ટિ તથા અનુભાગની તીવ્ર મન્દાવની હકીક્ત દ્વારા તે તે ગ્રંથોના અભ્યાસી ગુરૂગમ દ્વારા સમજવું અત્યંત આવશ્યક છે.