________________
રચના
જૈન દર્શનને કર્મવાદ આવે એ સ્વાભાવિક છે. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારે અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતે જાય છે, એક પરમાણુ એક રજકણને અમુક કોડને ભાગ છે, આવી કરડે, અબજો, સંખ્યાત, અસંખ્યાત, તથા અનંતની વાતવાળા આધુનિક વિજ્ઞાન વિષે પ્રસિદ્ધ થતા લેખ વાંચતાં જેને માનસિક પરિશ્રમ નથી અનુભવાતે, તેમાં આવતી હકીકત જેને વિચિત્ર નથી લાગતી, તે હકીકતની સૂક્ષમતા સમજવા માટે વૈજ્ઞાનિકોએ રચેલી અમુક અમુક સંજ્ઞાવાળી શબ્દરચના જેને હંબક નથી લાગતી, તેવા મનુષ્ય આ અધ્યાત્મજ્ઞાન અંગેની આવી સૂક્ષ્મ હકીકત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ, વૃણે કે અવિશ્વાસ કેમ રાખતા હશે? ' અરે! આધુનિક વિજ્ઞાનની ઉપરોક્ત હકીક્તને જેને મગજમાં ખ્યાલ પણ નથી, અને સમજી શકે તેવી શક્તિ પણ નથી. એવા મનુષ્ય પણ વિજ્ઞાનની સર્વ હકીક્તને સંપૂર્ણ સત્ય સમજે છે. વળી ભવિષ્યમાં બીજી પણ વિજ્ઞાન સિદ્ધિ કરવાના વૈજ્ઞાનિક પ્રયત્ન પ્રત્યે વિશ્વાસ દષ્ટિએ જુએ છે. આવા મનુષ્ય પણ અનંતજ્ઞાની પુરુષોએ કહેલ અધ્યાત્મ વિષયક હકીકતને સત્યપણે સ્વીકારવામાં સ્વબુદ્ધિગમ્યને જ આગ્રહ સેવે છે. સ્વબુદ્ધિગમ્યથી વિપરીત હકીકતને સ્વીકાર કરવામાં તેઓ લેશમાત્ર તૈયાર નથી. આવા મનુષ્ય કેવળ દયાને જ પાત્ર છે. એથી વિશેષ શું કહી શકાય?
અવિશ્વાસના સૂક્ષ્મ હીરા મનુષ્ય