________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૩૭ રસ એટલે શું ? એની સ્પષ્ટતા આપણે આ પ્રમાણે વિચારી, છતાં એ વિષયની અતિ સ્પષ્ટપણે અને વિસ્તૃત રીતે સમજણ પ્રાપ્ત કરવા પહેલાં પુનઃ એક વખત રસબંધની વ્યાખ્યા વિચારી જઈએ. “જ્ઞાનદર્શનાદિ આત્મગુણોને હિનાધિક પ્રમાણમાં દબાવી શકવાની અને ન્યુનાધિક રીતે સુખ-દુખની અસર આત્માને પેદા કરવાની, પરિણામને અનુસરી કર્મપરમાણુંઓમાં ઉત્પન્ન થયેલી જે શક્તિ, તેને રસબંધ કહેવાય છે.”
આત્મા પ્રત્યેક સમયે મિથ્યાત્વાદિ હેતુએ વડે અનં. તાનંત પ્રદેશયુક્ત અનંત કર્મસ્ક ધ ગ્રહણ કરે છે. છતાં ઉપર કહ્યા મુજબ આત્માના જ્ઞાનાદિ ગુણેને દબાવવાની કે સુખ-દુખને અનુભવ કરાવવાની શક્તિનું પ્રમાણ એક જીવ આશ્રયી કર્યગ્રહણના સમયમાં ગ્રહિત કર્મ સ્કંધમાં પ્રત્યેક વખતે એક સરખું જ હોય એ નિયમ નથી. વળી એક સમયે કમસ્કને ગ્રહણ કરતા ઘણું જ આશ્રયી પણ પ્રત્યેક જીવે ગ્રહિત કર્મોસ્કોમાં રસબંધની સમાનતા હોય, એવો. પણ નિયમ નથી. આ બધા રસબંધમાં ભિન્નતા હોય છે.. તે ભિન્નતા અનંતપ્રકારની હોવાથી રસબંધ યા અનુ. ભાગબંધ અનંત પ્રકારને કહ્યો છે.
અનંત પ્રકારે થતા તે અનુભાગબંધ પૈકી જઘન્યમાં જઘન્ય થતે રસબંધ તે પહેલું અનુભાગ બંધસ્થાન ગણાય. આ જઘન્ય યા પહેલા અનુભાગ બંધસ્થાનમાં પણ કેટલા. રસશેને સમુહ હોય છે, તે અગાઉ કહેવાઈ ગયું
જે. ૨૨