________________
૩૫
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ઉપરોક્ત ગ્રંથોમાં દર્શાવેલ આ વિષયની હકીકત અંગે રૂચિ પેદા કરવામાં અહિતો માત્ર અંગુલિનિર્દેશ છે. એટલે મુમુક્ષુ આત્માઓએ આ વિષયને ગુરૂગમથી યા તે મહાન ગ્રથી અતિસ્પષ્ટપણે સમજ તે આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂરી છે. - શાસ્ત્રોમાં આવા સૂક્ષ્મ વિષયની વિચારણામાં શાસ્ત્રીય પદ્ધતિએ કેટલીક સંખ્યા દર્શાવવામાં આવી છે. જે સંખ્યાને ઓળખવા માટે આધુનિક ગણત્રીવાળી સંખ્યામાં કઈ સંજ્ઞાજ નથી, તેવી સંખ્યાને સમજવા માટે શાસ્ત્રકારોએ દ્રષ્ટાંતદ્વારા ઉપમાઓ આપી તેની અમુક અમુક સંજ્ઞાઓ આપેલી છે. વિષય સમજુતીમાં આવતી એવી સંખ્યાવાચક સંજ્ઞાઓ કેટલાક સંદિગ્ધ આત્માઓને શુષ્ક લાગે છે. પરંતુ એવાઓએ સમજવું જોઈએ કે એ રીતની સંખ્યા સૂચક સંજ્ઞાઓને મહાપુરૂષેએ શાસ્ત્રમાં ઉપયોગ ન કર્યો હોત તે આજના બાલજી અતિ મહત્વના અધ્યાત્મવિષયના જ્ઞાનથી સર્વથા વંચિત જ રહી જાત. મોટામાં મોટી કે નાનામાં નાની અંક સંખ્યા સમજવા માટે તે મહાપુરૂષએ આવી સંખ્યાસૂચક સંજ્ઞાઓથી તે તે સંખ્યાની સમજને એવી સુગમ બનાવી છે કે તે જોતાં તે ભાવદયાનિધાન તે મહાપુરુષો પ્રત્યે અનેક ભવ્યાત્માએનાં શિર ઝુકી જાય છે.
ભૌતિક લાલસામાં મગ્ન બની રહેનાર અને અધ્યાત્મજીવનની ઉપેક્ષા કરનારાઓને આવી હકીકતે પ્રત્યે સૂગ