________________
૨૨૨
જૈન દર્શનને કર્મવાદ સંજ્ઞીપંચેન્દ્રિય જીવે જ કરી શકે છે. સંજ્ઞીપંચેન્દ્રિય જીવ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચે, ત્યાં સુધી તે તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃકડાકડિ સાગરિપમને જ હોય છે. (જેમ નવ સમયથી માંડીને સમાન મુહૂર્ત સુધી અંતમુહુના અસંખ્યાતા ભેદ હોય તેમ સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી માંડીને સમયાધિકે પર્યાપ્ત સંસી પંચેન્દ્રિયના (મિથ્યાત્વ સિવાયના) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્યાતા સ્થિતિબંધના ભેદ હૈય, તે સર્વ ભેદને અંતઃકેડાર્કડિ કહેવાય છે. એટલે અંતકડાકડિપણું આઠમા ગુણસ્થાનક પર્યત રહેવા છતાં સર્વને એક સરખું નહીં સમજતાં અસંખ્ય પ્રકારનું સમજવું.
આઠમાં ગુણસ્થાનકથી આગળ વધેલે આત્મા કમે ક્રમે બાકી રહેલાં દરેક કર્મોને લઘુમાં લઘુ સ્થિતિએ બંધ કરી, અને સર્વ કર્મોને બંધવિચ્છેદ કરતાં મેક્ષસ્થાનને પ્રાપ્ત કરે છે. ગુણસ્થાનકમાં આગળ વધવાની તાકાત જેનામાં પ્રગટ થઈ હોય, તેજ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી તાકાતનું પ્રગટવું સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય બીજી જાતિમાં થઈ શકતું નથી. એકેન્દ્રિયાદિ જાતિમાં સ્થિતિબંધ અંતઃ કડાકડિ સાગરોપમથી તે કેટલેય ઓછો હોવા છતાં પણ મિથ્યાત્વ ગુણસ્થાનકથી આગળ વધવાની તેની તાકાત નથી. કારણ કે મિથ્યાત્વમેહનીયકર્મ તેને આગળ વધવા દેતું નથી.
જ્યારે અંતઃકેડાર્કડિ પ્રમાણ પણ લઘુ સ્થિતિ આંધનાર સંજ્ઞીપંચેન્દ્રિય જીવો પૈકી કેટલાક પિતાને