________________
૨૪૪.
જૈન દર્શનને કર્મવાદ વર્ગણીઓના સ્કંધમાં જેમ જેમ પરમાણુઓના જથ્થાની સંખ્યા વધુ હોય છે, તેમ તેમ તેને પરિણામ સઘનતાવાળે હોઈ સૂક્ષ્મ સૂક્ષ્મ હોય છે.
એટલે સૂર્મપરિણામી વર્ગણના કર્ધનું બનેલ શરીર તે સૂમ, અને સ્થૂલ પરિણામી વર્ગણના સ્કર્ધનું બનેલ શરીર તે સ્થૂલ હોય છે. અહીં વર્ગણ અને તેમાંથી બનતા શરીરમાં સૂક્ષ્મતા, તે પૂર્વ પૂર્વની વર્ગણ અને શરીરના હિસાબે, તથા સ્થૂલતા તે ઉત્તર ઉત્તરની વર્ગણું અને શરીરના હિસાબે સમજવી.
પુદગલેમાં અનેક પ્રકારનાં પરિણામે પામવાની શક્તિ હોવાથી શિથિલ રૂપમાં પરણિત થયેલ પુદ્ગલે, પરિમાણમાં થોડાં ( ન્યુન સંખ્યા પ્રમાણ પરમાણુયુક્ત) હોવા છતાં પણ સ્થૂલ કહેવાય છે. અને ગાઢરૂપે પરિણુત થયેલ પુદગલે, પરિમાણમાં અધિક હેવા છતાં સૂક્ષ્મ કહે વાય છે. અધિક અધિક સઘનતાવાળું પગલપરિણમન, અધિક અધિક સૂમ હેય છે.
ગ્રહણયોગ્ય આઠ પુદ્ગલવર્ગણુઓમાં સર્વથી સૂક્ષ્મ પરિણામવર્ગણના સ્કંધસમુહમાંથી નિર્માણ થયેલ, તૈજસ અને કામણ શરીરે, અત્યંત સૂક્ષમ હવાથી વજ જેવી કઠીન વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. આ બે શરીરમાં પણ તૈજસ શરીરના પ્રદેશે કરતાં કામણ શરીરના પ્રદેશ અનંતગુણ હોવાથી, તૈજસ કરતાં પણ કામણ શરીર વધુ સૂમ છે.