________________
૨૪૨
જૈન દર્શનને કર્મવાદ ગરમીના પ્રમાણને નિયંત્રિત કરનાર એક યંત્ર શરીરમાં રહે છે. જેને હાઈ પિથેલ્મસ કહેવાય છે. એ યંત્ર દ્વારા માનવશરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરે છે. એ યંત્ર શરીરની અંદર પ્રત્યેક અંગની આવશ્કતા અનુસાર તાપમાન બનાવી રાખે છે. સાથે સાથે તાપમાનને સંતુલનમાં રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં વિકાર અને વિજાતીય તત્ત્વ પૂરતા પ્રમાણમાં વધી જાય છે, ત્યારે એ-હાઈ પિલ્મસના હાથ બહારની વાત થઈ જાય છે. તે તાવ દ્વારા સૂચના આપે છે કે, શરીરપર શત્રુઓનું આક્રમણ થયું છે. એટલે તેને બહારથી આવશ્યક સહાય પહોંચાડવામાં આવે છે.”
આ પ્રમાણે દરેક જીવની સાથે અનાદિ સંબંદ્ધ રહીને ભુક્ત–લીધેલા-આહારના પાચન આદિમાં સહાયક થનારું તૈજસ શરીર છે.
કામણુશરીર–આત્મપ્રદેશ સાથે લાગેલા કર્મ– પરમાણુઓને સમૂહ તે કર્મણ શરીર છે. આ કાર્પણ શરીર તે નવા અને જુના કર્મના સમૂહરૂપ છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મની અનંતવગણના પિંડનું નામ જ, કામણ શરીર છે.
આ પ્રમાણે પાંચ પ્રકાર સિવાય અન્ય કઈ પણ પ્રકારનું શરીર છે જ નહિં. તૈજસ શરીર અંગે એક વધુ જાણવા જેવી હકીક્ત એ છે કે, તૈજસ શરીર તે આહારાદિના પાચનનું કારણ હવા ઉપરાંત, અમુક જાતના તપે તુષ્ઠાનથી