________________
૧૭૩
પ્રકૃતિ બંધ જ ભગવાન મહાવીરે કહ્યું. ભગવાન મહાવીરે કહેલ તત્વને. સ્વીકાર મહાવીરપણાને અંગે નહિ, પણ જિનેશ્વરપણાના અંગે છે. માટે “વીરપન્નત નહીં કહેતાં નિપUUત્તતત્ત” કહીએ છીએ.
આ પ્રમાણે જિનેશ્વર દેએ પ્રરૂપિત તત્વ જ યથાર્થ તત્વ હોઈ શકે, તેવા તત્વની સંપૂર્ણ શ્રદ્ધા, તેનું નામ જ સમ્યક્ત્વ છે.
પ્રશ્ન-તત્વની પ્રામાણિક્તા તવના પ્રરૂપકની પ્રામાણિકતાના આધારે હોઈ તેવા તત્ત્વનું યથાર્થપણું સિદ્ધ છે, તે જગતના દરેક પ્રાણિને તે તત્વ કેમ ગ્રાહ્ય-શ્રદ્ધેય થતું નથી ? તત્વ યથાર્થ હોય તે દરેકને ગ્રાહ્ય થવું જ જોઈએ.
સમાધાન –ચથાર્થ તત્વ હોવા છતાં પણ તે તત્વ દરેકને ગ્રાહ્ય-શ્રદ્ધેય થાય, એ નિયમ નથી. અને કેઈને 2ધેય ન થાય, તેથી તત્ત્વની યથાર્થતા ઉડી જતી નથી. કમળાના રેગવાળાને શ્વેત વસ્તુ વેત રૂપે ન ભાસે, તેથી
વેત વસ્તુની વેતતા અસિદ્ધ નથી. ત્યાં તે વેતવસ્તુ તપણે નહીં ભાસવામાં કમળાને રેગ આવરણરૂપે પડે છે. કમળ જ્યાં સુધી નહીં ખસે, ત્યાં સુધી ચાલે તેટલે પ્રયત્ન કરવા છતાં શ્વેત વસ્તુ પીળી જ દેખાશે. અહીં વેત વસ્તુને પિત્ત જોવામાં કમળ જ કારણભૂત છે. તેવી રીતે યથાર્થ તત્ત્વને લેશમાત્ર પણ અસ્વીકાર કરવામાં અર્થાત વસ્તુ તત્વની વિપરીત માન્યતામાં જીવને “ દર્શન મોહનીય* નામે કર્મ જ આવરણરૂપ છે.