________________
૧૫૮
-
જૈન દર્શનને કર્મવાદ ભાવિકાળનું કશુંય એમનાથી છુપું ન હોય. આ મહાત્મા એની આશા કે તૃષ્ણ બિસ્કુલ દૂર થઈ ગયેલી હોય છે.
આથી જ તેઓને કોઈ પણ બાબત પરત્વે કશી જ નિસ્બત રહેતી નથી. એટલે જ તેઓ નિર્મળ જ્ઞાનવડે જગતના જીવનું કલ્યાણ થાય તે માર્ગ બતાવે છે. તેઓને કદી કોઈ પણ બાબતમાં જુઠું બોલવાની કે કેઈની ખુશામત કરવાની અથવા છેતરપીંડી કરવાની લવલેશ પણ જરૂર રહેતી નથી. જુઠી વાણી તેઓની જ હેય કે જેમાં રાગાદિ દોષે વિદ્યમાન હોય. દેના અભાવમાં જુઠી વાણું ઘટી શકે જ નહિ.
આથી જ કેવલજ્ઞાની મહાત્માના વચનમાં જુઠાણને અસંભવ જ હેય. એ વચન પ્રામાણિક જ હોય. આવા વીતરાગ સર્વજ્ઞના વચનસંગ્રહરૂપ શાસ્ત્ર દ્વારા જ, જીવાદિ નવતત્વને તત્વરૂપે સમજી શકાય છે. અતદ્રિય વસ્તુના બંધ અંગે શ્રીમાન હરીભદ્રસૂરીજી મહારાજ સ્વરચિત યોગશતક” નામે ગ્રંથમાં કહે છે કે – एयपुण निच्छयओ. अइसयनाणी वियाणई नवरं । इयरो बियलिंगेहि, उवउत्तो तेण भणिएणं ॥
એ આત્મા અને કર્મના સંબંધની બાબતને નિશ્ચચથી–પ્રત્યક્ષપણે કેવલ, સતિશયજ્ઞાનીપૂર્ણજ્ઞાની જ જાણે છે. અને બીજા છદ્મસ્થ છે પણ અનુમાન જ્ઞાનથી તેમ જ કેવલિકથિત શાસ્ત્ર જ્ઞાનથી એ બાબત જાણે છે.