SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ના 'E' ' . ' + + * 41. પ્રકૃતિ બંધ આથી સમજી શકાય છે કે અતીન્દ્રિય એવા આત્મા -કર્મ વગેરે સંબંધી વાસ્તવિકપણાની માન્યતા તે સર્વજ્ઞના પ્રત્યક્ષને વિષય છે. અને છઘસ્થ , તેનું શ્રદ્ધાન કરી તે વિષયનું નિરૂપણ, લિંગ-અનુમાન તથા આગમ પ્રમાણને આધારે જ કરે છે. આ સંસારમાં જેટલી વસ્તુઓ છે, તે સર્વને કંઈ અલ્પજ્ઞ મનુષ્ય, પ્રત્યક્ષ યા અનુમાનથી જાણું શકતું નથી. કેટલીક વાતને તે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખીને જ માનવી પડે છે. એવી રીતે કેટલાક સૂમ વિષયને વીતરાગ સર્વજ્ઞ પુરૂષના વચનામૃતથી સમૃદ્ધ શા દ્વારા જ જાણું શકાય છે. આવા સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણને સ્વીકાર, તેનું નામ જ સમકિત છે. આ રીતનું સમકિત તે પરોક્ષ જ્ઞાનમૂલક હોવાથી શ્રદ્ધારૂપ છે. તે શ્રદ્ધા જ જૈન દર્શનમાં “સમ્યગ દર્શન ” તરીકે ઓળખાય છે. જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. શ્રદ્ધા એટલે સુદઢતા, એકનિષ્ટતા, પરિપૂર્ણ નિશ્ચળતા. “તમેવ સનિત કે નહિં ફર્યો“તે જ સાચું અને શંકા વિનાનું કે જે જિનેએ કહ્યું છે.” ઈત્યાદિ ભાવના-શ્રદ્ધા જ ધર્મ, જીવનને પામે છે. ૬ - * * * * * જF જગ . *** આ શ્રદ્ધાસ્વરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિને રોકનાર કર્મને જ જૈન દર્શનમાં “દર્શન મેહનીય કર્મ તરીકે ઓળખાવ્યું છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy