SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ પ્રકૃતિ બંધ બુદ્ધિથી દૂર રહે છે. શ્રેષાનલમાં દગ્ધ થઈ, સ્વાત્મભાન ભૂલી જઈ અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયથી અભિભૂત થઈ, ક્રોધી-અહંકારી-કપટી અને લેભી. બને છે. મેહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. અને ઉત્તરભેદ અઠ્ઠાવીસ છે. (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્ર મેહનીય એ મુખ્ય ભેદ છે. શુદ્ધ શ્રદ્ધા થવારૂપ સમ્યકત્વમાં મૂઝવે તે દર્શનમેહનીય કર્મ છે. જીવાદિ સત્યતત્વનું શ્રદ્ધાન કરવું તે. સમ્યગ્દર્શન છે. તેનું આવરણ કરીને દર્શનગુણમાં મુંઝવણનું વેદન કરાવનાર દર્શનમેહનીય કર્મ છે. આ જીવ વગેરે તત્વે ચામડાની આંખે કે બીજી ઈન્દ્રિયે અથવા મન મારફત સાક્ષાત્ પિછાની શકાતાં નથી. એ ત તે ઇંદ્રિયની તાકાતથી પર છે. એ તને સાક્ષાત્ તે તેજ દેખી શકે કે જેઓ બિલકુલ રાગ-દ્વેષ વિનાના બની ગયા હોય, અને એથી જ જેઓએ પિતાના અનંત જ્ઞાનરૂપ પ્રકાશ સ્વભાવને પૂરેપૂરો પ્રગટ કરી દીધું હોય, આવા મહાત્માઓ તે સર્વજ્ઞ ભગવાન. તરીકે ઓળખાય છે. " | દોષવાળા જ જે ન દેખી શકે, ન જાણી શકે, તે પણ આ ભગવંતે પિતાની નિર્મળ જ્ઞાનરૂપ આંતર દિવ્ય ચક્ષુના પ્રભાવે દેખી અને જાણી શકે છે. ભૂતકાળનું અને ક -*,
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy