________________
*
૨૮
જૈન દર્શનને કર્મવાદ અધુનિક વિજ્ઞાન ધીમેધીમે પણ કંઈક અંશે એકમત થતું " જાય છે. - હવે તે વિજ્ઞાનવિષે પ્રગટ થતી કેટલીક હકીકતે તે એટલી બધી વિચિત્ર આવે છે કે શાસ્ત્રીય સૂમ હકીકતેને માન્ય કરવામાં નિષેધ કરવા જેવું રહેતું જ નથી. તેમ છતાં પણ પદાર્થોની સૂમિમાં સૂક્ષ્મ શોધ, જેન શામાં જે રીતે મળી શકે છે, તેવી સંપૂર્ણ શોધ દુન્યવી કોઈ પણ સાધનથી શોધી શકાય તેમ છે જ નહીં. જૈન દર્શનકાએ દર્શાવેલ પ્રત્યેક પદાર્થમાત્રનું સ્વરૂપ ત્રિકાળ આબાધિત છે.
પરંતુ વર્તમાન વૈજ્ઞાનિકોએ અનુભવેલા કે પ્રગટ કરેલા સર્વ નિયમે કંઈ સર્વદા સ્થિર અને સત્ય રહ્યા નથી. દૃષ્ટાંત તરીકે વર્તમાન વૈજ્ઞાનિક પદાર્થના જે ભાગને અભેદ્ય, અછે અને સૂકમતમ માની, પરમાણુ તરીકે નક્કી કર્યો હતો, તે પરમાણમાં પાછળથી એલેકટ્રન અને પ્રોટોનના વિભાગે સમજાયા, અને બાદ તે પ્રોટેનમાં પણ ન્યૂટન અને પછટોન સમજાયા.
હાલમાં એલેકટ્રોનને નાનામાં નાના અણુ તરીકે સ્વીકારાય છે, પરંતુ ભવિષ્યમાં તેની પણ અણુ તરીકેની માન્યતા મિથ્યા બની જવાની. આ રીતે જેમ જેમ વિજ્ઞાનને વિકાસ વધતું જાય છે, તેમ તેમ તેની કેટલીક બાબતેની નિશ્ચયતા, મિથ્યા પ્રમાણિત બનતી રહે છે. જ્યારે જૈન શાસ્ત્રમાં કહેલ કોઈપણ હકીકત કેઈ કાળે લેશમાત્ર મિથ્યા પ્રમાણિત થતી નથી. ઇંગ્લેંડના આજના મહાન વિચારક શ્રી ડે. કેબથવેકર કહે છે કે દરેક બાબતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે