________________
""
રાજકુંવરીને સંગીત શીખવવા ઉપરાંત રાજાના હજુરી તરીકેની સેવા પણ ખજાવવા લાગ્યા. એક વાર શિકારે જતાં રાહિતાશ્વ પણ રાજાની સાથે હતા. એક મૃગની પાછળ પડતાં રાજા અને રોહિતાશ્વ ઘણા દૂર નીકળી ગયા અને ખીજું શિકારી મંડળ પાછળ રહી ગયું. રાહિતાશ્વની સૂચનાથી રાજા આરામ લેવાને તથા ઘેાડાને થાક ખવરાવવાને એક વૃક્ષ હેઠળ થાભ્યા. રોહિતાશ્વે ઘેાડાના પલાણમાંથી ગાદી કાઢી પાથરી અને રાજા હિતાશ્વના ખેાળામાં માથું મૂકીને તેા તથા થોડી વારમાં ઉંઘી ગયા. રાજાને ચમદાર પહાંચાડવાને આ સારો લાગ જોઇને સતિાવે મ્યાનમાંથી તલ્વાર કાઢી અને રાજાના માથા નીચે કપડાના મોટા ડૂચા મૂકી દઇને તે તેને મારવાને તૈયાર થઈ ગયા. ક્ષણભર તે થાભ્યા, એટલામાં તેને મરતી વખતનુ' પિતાનુ વચન યાદ આવ્યું કે “ વરને લાંબું કરવું નહિ.' એ વિચાર આવતાં તેણે તલ્વારને તુરત મ્યાન કરી, પરન્તુ તે જ ક્ષણે રાજાની આંખ ઉઘડી ગઈ અને તેણે રાહિતાશ્વને તલ્વાર મ્યાન કરતા જોયેા. રાજાએ રાહિતાશ્વને તલ્વાર કાઢવાનું કારણ પૂછ્યું એટલે તેણે ગદ્ગદ્ કંઠે પોતાના અપરાધ કો, પોતાની ઓળખાણ આપી અને ફાંસીએ ચડતી વખતની પિતાની શિખામણની વાત કહી. સિંહદ્યાષ રોહિતાશ્વની સુજનતાથી જીતાઈ ગયેા. તેને વિચાર થયા કે આ વખતે જરૂર સહિતાશ્વ પાતા પર વેર વાળી શકત એ નિઃસશય છે, પરન્તુ પિતાની શિખામણને તેણે માન્ય રાખી મારા જેવા શત્રુને પણ છવતદાન દીધું તે કેવા સજ્જન કહેવાય ? અને મેં તેના પિતાને ળીએ ચડાવ્યો છતાં તેણે પુત્રને વૈર લાંખું ન કરવાની શિખામણ આપી, તે કેવા સદ્ગુણી રાજા કહેવાય ? આથી સિ ધેાષને અધેાષને શૂળીએ ચડાવવા માટે બહુ પસ્તાવા થયા અને પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત તેણે રાહિતાશ્વને તેના પિતાનુ રાજ્ય પાછું આપવા ઉપરાંત પેાતાની પુત્રી પરણાવીને કર્યું. નિવૈરતાથી શત્રુ પણ જીતાય છે તે આ દૃષ્ટાંત ઉપરથી માલ્મ પડે છે. (૩૫).
[હૃદયમાંથી વૈરબુદ્ધિનો નાશ કર્યાં પછી મૈત્રી ભાવનાની ખીલવણી માટેનું ખીજી' પગથીક' બતાવતાં હવે ગ્રંથકાર સર્વ જીવ પ્રત્યે ભ્રાતૃભાવ ધારણ કરવાનું ઉપહેરી છે.