________________
૮૭
अकोधेन जिने को, असाधु साधुना जिने । जिने कदरियं दानेनं सच्चेनालीकवादिनम् ॥
અર્થાત–બીજાના ક્રોધને આપણા અક્રોધથી-સમતાથી છતો, દુષ્ટ જનને આપણી સાધુતાથી જીત, કદ્રને દાનથી છત અને અસત્યને સત્યથી જીતવું. વસ્તુતઃ દુર્જનના વૈરને પણ નિવૈરતાથી–મૈત્રી ભાવનાથી જીતી શકાય છે.
દષ્ટાંત-સિંહષ અને અશ્વઘોષ નામના બે રાજાઓ હતા. સિંહર્ષ અશ્વઘોષ રાજાની ઉપર હલ્લો કરીને તેનું રાજ્ય જીતી લીધું અને અશ્વઘોષને પકડો. અશ્વઘોષનો પુત્ર રોહિતાશ્વ તે સમયે પ્રવાસે ગયો હતો. અશ્વષને કેદ કરવાથી તેની પ્રજાએ સિંહઘોષ સામે બંડ ઉઠાવ્યું એટલે સિંહષે અશ્વઘોષને શૂળીએ ચડાવવાનો ઠરાવ કર્યો. જે વખતે તેને થળી પાસે લઈ જવામાં આવ્યા તે વખતે રોહિતાશ્વ પ્રવાસેથી આવ્યો અને વેશ બદલાવીને શૂળી પાસે ગયો. પિતાએ પુત્રને ઓળખે. પ્રકટ રીતે તો તેની સાથે વાતચીત કરી શકે તેમ નહોતું, કારણકે તેમ કરવાથી રેહિતાશ્વ ખુલ્લો પડી જાય અને શત્રુ તેને મારી નાંખે, પરંતુ અશ્વઘોષે શળીએ ચડતી વખતે લોકોને સંબોધીને વાવિદગ્ધતાપૂર્વક પુત્રને સમજાવ્યું કે-“વૈરને લાંબું કરવું નહિ.” પિતાની આ શિખામણ માનીને રેહિતાશ્વ ચાલ્યો ગયો અને અષને શૂળીએ ચડાવી મારી નાંખવામાં આવ્યો. રેહિતાશ્વ જંગલમાં ભટકવા લાગ્યો, પરંતુ તેને શાંતિ મળી નહિ. પિતાને શૂળીએ ચડાવનાર સિંહષને કઈ રીતે મારી નાંખ્યા વિના તેને શાંતિ મળે તેમ નહોતું. રોહિતાશ્વ વિદ્યાકળામાં નિપુણ હતો. તેણે હવે સંગીતશાસ્ત્રીને વેશ લીધે. સિંહોની રાજસભામાં જઈને તેણે પોતાની સંગીત વિદ્યાથી રાજાને ખુશ કર્યો અને પોતાની ઓળખાણ દૂર દેશના સંગીતશાસ્ત્રી તરીકેની આપી. સિંહણે તેને પિતાની પુત્રીને સંગીત શિખવવા માટે નોકરીએ રાખે. પિતાની વિદ્યા, ચતુરાઈ, વિનય, સરળતા, ભલમનસાઈ વગેરે ગુણોથી એકાદ વર્ષમાં તે તે રાજાની પ્રીતિને પાત્ર થયો અને