SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સડક માતઃ 1 રૂદ છે भ्रातृत्वेन भवान्तरेषु जनिताः सर्वेऽपि जीवाः पुरा। नैकोऽप्यस्ति तथाविधो न रचिता येनाऽत्र सम्बन्धिता पुत्राः सन्त्यखिलागिनो भगवतः कर्तृत्ववादे पुनरेवंसत्यखिला जनाः समभवन् ते भ्रातरः सोदराः॥ સર્વ જેની સાથે ભ્રાતૃભાવ. ભાવાર્થ-આ જગતના સર્વ જીવો કોઈ ને કોઈ ભવમાં અગાઉ ભાઈરૂપે ઉત્પન્ન થઈ આવ્યા છે. એ એક જીવ નથી કે જેની સાથે આપણે ઈષ્ટ સંબંધ જોડ્યો ન હોય. જે લોકો સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરને માને છે તેમને મતે તો જગતનાં તમામ પ્રાણીઓ ઈશ્વરના પુત્ર ર્યા–એટલે કવાદી અને અકર્તાવાદી બંનેના મત પ્રમાણે તમામ જને ભવાન્તરની અપેક્ષાએ તારા સહોદર ભાઈ કહી શકાય—અને ભાઈની સાથે વિરોધ કરે તે અનુચિત. (૩૬) વિવેચન–જગતમાં કોઈ એવું માને છે કે આ સૃષ્ટિ ઈશ્વરે રચી છે અને કોઈ એમ માને છે કે તે અનાદિ-અનંત છે; પરંતુ બેઉ માન્યતાવાળા એટલું તે માન્ય રાખે છે કે જગતના સર્વ જીવો પરસ્પર બંધુ સમાન છે. કવિ દલપતરામ જગતના સર્વ મનુષ્યોને “એક પિતાના પરિવાર” તરીકે ઓળખાવતાં કહે છે કે “ કાળા ગોરા કઈ છે, ધનહીણા ધનવાન, કહે અધિક કોઈને સઘળા એક સમાન.” પરતુ એ કવિની ઉક્તિને કે ધર્મગુરૂઓને ઉપદેશને અનુસરીને સર્વને બંધુ તુલ્ય લેખવાની સમબુદ્ધિ મનુષ્ય ખીલવવી જોઈએ અને ત્યારે જ તેની મૈત્રીભાવના ઉત્તરોત્તર વિકાસ પામતી જાય. જેઓ ઈશ્વરમાં સૃષ્ટિનું કર્તવઆપે છે તેઓ એક પિતાના પુત્ર તરીકે જગતનાં મનુષ્યોને માન્ય રાખે
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy