________________
૪૯૦
स्थूलं कायिकचेष्टितं पुनरिदं सूक्ष्मं विधायेतरद् । रुन्ध्याद्योगयुगं तदेव कथितं सूक्ष्मक्रियाख्यं पदम् ॥ ચુ ધ્યાનચતુર્થપાય્: | ૨૨૭॥ अर्हन्मुक्तिपदप्रयाणसमये पञ्चस्वरोच्चारणा । कालं तिष्ठति सूक्ष्मयोगविलये शैलेशवन्निश्चलः ॥ एतच्चैव मतं चतुर्थचरणं ध्यानस्य शुक्लस्य वै । व्युच्छिन्नक्रियनामकं शिवपदासन्नं समाप्तार्थकम् ॥
શુકલ ધ્યાનના ત્રીજો પાદ.
ભાવા —જે અવસ્થામાં શુક્લ ધ્યાની કેવળી ભગવાન અતવખતે બાદર-સ્થૂળ કાયયેાગમાં રહીને વચનયાગ અને મનોયાગને સૂક્ષ્મ બનાવે છે, તેમજ મનવચન યાગમાં રહીને વળી સ્થૂળ કાયયોગને સૂક્ષ્મ બનાવે છે અને તેમાં રહીને વળી મનવચન યોગને રોકે છે તે વખતે ફક્ત સૂક્ષ્મ કાયયેાગની સૂક્ષ્મ ક્રિયા રહેવાથી સૂક્ષ્મક્રિય નામે શુક્લ ધ્યાનનો ત્રીજો પાદ નિષ્પન્ન થાય છે. શુકલ ધ્યાનને ચેાથેા પાદ,
અરિહંત ભગવાન મુક્તિપદમાં પ્રયાણ કરવાના હેાય તે વખતે સમ કાયયેાગનો પણ નિરોધ કરીને પાંચ હસ્વ સ્વરેનો ઉચ્ચાર કરીએ તેટલો · વખત મેરૂ પર્વતની પેઠે નિશ્ચલ અયેાગ અવસ્થામાં શૈલેશી અવસ્થામાં રહે તે જ વ્યચ્છિન્નક્રિય નામે શુક્લ ધ્યાનનો ચેાથેા પાયેા છે. આ પાદમાં સકળ અની સમાપ્તિ થાય છે, અને શિવપદનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. (૨૧૭) વિવેચન—સુમક્રિય એટલે અત્યંત થાડી ક્રિયા. આ અવસ્થામાં કેવળીને સ્વલ્પ કરજ લાગેલી હોય છે, પરન્તુ એ રજ કેવી હોય છે ? જેમ સેકેલું અનાજ ખાવાથી પેટ ભરાય છે, પરન્તુ તે વાવવાથી ઊગતું નથી, તેમ એ અધાતી કર્મની સત્તાથી કેવળી ચલનાદિ ક્રિયા કરે છે પરન્તુ એ ક્રિયા-કમ ભવાંકુર ઉત્પન્ન કરી શકતું નથી. આ કારણથી માત્ર સૂક્ષ્મ કર્મ