SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને લાગે છે. શુકલ યાનના ત્રીજા પાયામાં કેવળી ભગવાન કમને કેવી રીતે સૂક્ષ્મ કરે છે ? તે યોગનિરોધ કરે છે, એટલે કે પ્રથમ બાદર–સ્થૂળ કાયયોગમાં સ્થિતિ કરે છે અને બાદર વચનગ તથા મનોગને સૂમ કરી નાંખે છે. પછી સૂક્ષ્મ વચનયોગ અને મનોયોગમાં સ્થિતિ કરી બાદર કા યોગને પણ સૂકમ કરી નાંખે છે. છેવટે સૂકમ કાયયોગમાં સ્થિતિ કરીને કેવળી સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ મનોયોગનો પણ નિગ્રહ કરે છે કે છે. આ રીતે ૧૩ મે ગુણઠાણે કેવળીને માત્ર સૂક્ષ્મ કાયયોગ રહે છે અને એવી સ્થિતિને સૂમક્રિય ધ્યાનને નામે ઓળખવામાં આવે છે. ત્યારપછી કેવળી ધ્યાનના ચોથા પાયામાં દાખલ થાય છે અને એ પાયો છેલ્લે ૧૪ મે ગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. ત્રીજા પાયામાં જે સૂક્ષ્મ કાયયોગ અવશિષ્ટ રહ્યો છે તેનો પણ નિરોધ કરવો તે વ્યછિન્નક્રિય નામનો શુકલ ધ્યાનનો છેલ્લો પાયો છે. એ અવસ્થામાં આ ઈ ઉ ઋલ એ પાંચ હૃસ્વ સ્વરોનો ઉચ્ચાર થાય એટલે કાળ બાકી રહે ત્યારે કેવળીને અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાં સર્વ યોગનો નિરોધ થાય છે એટલે કેવળી મેરૂ પર્વતની પેઠે નિશ્ચલ-શેલેશી અવસ્થામાં રહે છે. એ જ વ્યછિન્નક્રિય પાદ છે. એ પાદમાં ક્રિયા રહેલી હોતી નથી એટલે અક્રિયાવસ્થા જ પ્રાપ્ત થાય છે, અને અઘાતી કર્મોનો સદંતર નાશ થાય છે. ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં સુધી એ અવસ્થા રહે છે અને ત્યારપછી મુક્તાવસ્થા પ્રાપ્ત થાય છે, એટલે આ પાદને શિવપાસન્ન–મુક્તિપદ જેની અત્યંત નિકટ આવી રહેલું છે તેવું પાદ કહેવામાં આવ્યું છે. (૨૧૬-૨૦૧૭) [ નીચેના લેકમાં ગ્રંથકાર શુકલ ધ્યાનનાં શાસ્ત્રોકત આલંબનો તથા ભાવનાનું નિદર્શન કરે છે ] शुक्लध्यानालम्बनभावना । २१८ ॥ क्षान्तिार्दवमार्जवं च यमिनां निर्लोभवृत्तिश्चतु । रालम्बा अधिरोहणे निगदिता ध्याने तु शुक्लाभिधे ॥ एवं पापमपायकारणमयं देहोऽशुभः पुद्गलावर्तानन्त्यमिदं जगच्चलमिति ध्येयाश्चतुर्भावनाः ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy