________________
સર્વોપરિ છે. એ ધ્યાન કરનાર યોગી કર્મરૂપી લાકડાને બાળીને તેની ભસ્મ કરે છે અને તે અનન્ત શક્તિને પ્રકટાવવા સમર્થ બને છે. જેમ જેમ રૂપાતીત ધ્યેયમાં ધ્યાનની પ્રગતિ તથા વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વર્ણાદિ વિશિષ્ટ રૂપી પદાર્થોમાં થતું અહં તથા મમત્વ વિલય પામે છે. હું તેની કલ્પનાનું જોર ક્ષય પામે છે. નિશ્ચયથી નિરાકાર એવો પિતાને આત્મા છે એવું ભાન યોગીને થતાં તે ભાન ત્રણે કાળમાં અખંડ રહે છે. રૂપાતીત એયનો ધ્યાતા દુનિયાની જંજાળથી મુક્ત થઈ સહજ આનંદને પ્રાપ્ત કરે છે અને બાહ્ય દશાનાં નામ, શરીરના આકાર તથા હર્ષ શોકને કેવળ વિસરી જાય છે. મન પિતાના આત્માનું જ આલંબન કરીને રહે અને શુદ્ધપયોગમાં સ્થિર થાય, જડ તથા ચેતન સમપણે ભાસે તેને સમરસી ભાવ કહે છે. એવા સમરસી ભાવને યોગી રૂપાતીત ધ્યેયમાંના ધ્યાનથી પામે છે. (૨૦૭–૨૦૮-૨૦૯)
[ ધર્મધ્યાનનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર તેના ફળનું બોધન નીચેના એક થકમાં કરે છે. ]
ધર્મશાના ર૧૦ / धर्मध्यानमिदं वदन्ति मुनयो वैराग्यसञ्जीवनं । लेश्याशुद्धिकरं कुकर्मदहनं कामानलाम्भोधरम् ॥ सालम्बं प्रथमं तथापि सतताभ्यासेन शुद्धं भवच्छक्तं प्रापयितुं क्रमेण विशदं शुक्लं निरालम्बनम् ॥
ધર્મધ્યાનનું ફળ. ભાવાર્થ–પ્રાચીન મુનિઓ એમ કહી ગયા છે કે આ ધર્મધ્યાન વૈરાગ્યને સજીવન બનાવનાર છે, વેશ્યાની શુદ્ધિ કરનાર છે, અશુભ કર્મના ઇંધનને બાળી ભસ્મ કરનાર છે, કામવિકાર રૂપ અગ્નિને ઠારવામાં અંભોધર–મેઘ સમાન છે, પ્રથમ આલંબનસહિત છે તો પણ નિરંતરના અભ્યા