________________
૭૮ (૩) સમવસરણમાં બેઠેલા તીર્થંકર ભગવાનનું સ્વરૂપ તે રૂપસ્થ બેય અને તેમાં ધ્યાન કરવું તે ધ્યાનને ત્રીજો પ્રકાર. ભગવાનની શાન્ત દશાનું ચિત્તમાં અવધારણ કરવું, તેમને મસ્તકમાંથી પ્રકટતી તેજધારાઓને ચિત્તપ્રદેશમાં ઝીલવી, એમના અનંત ગુણોનું સ્મરણ પ્રકટાવવું અને તેવા જ ગુણે પિતાના આત્મામાં પ્રચ્છન્ન રૂપે રહ્યા છે તેનું પ્રકટીકરણ કરવાનું ધ્યાન ધરવું તે આ પ્રકારનું ધ્યાન છે. આઠ કર્મ રૂપી છે અને તેના સંબંધમાં મારે આત્મા અનાદિ કાળથી રહ્યો છે. રૂપમાં રહેલો મારે આત્મા વસ્તુતઃ રૂપથી ન્યારો છે, સિદ્ધ સમાન અનંત ગુણમય છે ઇત્યાદિ જે ભાવના ભાવવી તેને રૂપસ્થ ધ્યેયમાંનું ધ્યાન સમજવું. આ ધ્યાનમાં એવા વિચાર કરવા કે મારો આત્મા ગુણે કરી પંચપરમેષ્ટી રૂપ છે અને એ ગુણો પ્રકટ કરવાનો મારો ઉદ્યમ છે; તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણે - વડે મારો આત્મા દીપ્તિમાન છે, ઇત્યાદિ. આત્મામાં જ પરમાત્મ દશા રહી છે પણ ધ્યાન વિના તે પ્રકટ થતી નથી, એટલા માટે રૂપસ્થ ચેયમાં ધ્યાન કરવાની યોજના છે. તેથી સંકલ્પ વિકલ્પવાળી ચિત્તદશાનો નિરોધ થાય છે, મહના ઉછાળા સ્વયમેવ શાન્ત પડે છે, અનેક શક્તિઓ પ્રકટે છે અને મનની નિર્મળતા સહેજે સધાય છે.
(૪) રૂપથી અતીત–આકારરહિત, જ્ઞાનાનન્દ સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનો આશ્રય કરીને તેની સાથે સત્તાથી સિદ્ધસમાન એવા પિતાના આત્માનું એકત્વ ચિત્તમાં અવધારવું–ધ્યાવું, તે રૂપાતીત ધ્યેયનું ધ્યાન સમજવું. પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ગેયના અવલંબનપૂર્વક મુમુક્ષુ યોગીએ રૂપાતીત ધ્યેય પર જવું અને સ્થળમાંથી સૂમ આત્મા ઉપર જતાં આત્માના ગુણપર્યાની શુદ્ધતા ચિંતવવી. આત્માને ઉપયોગ એક જ ઠેકાણે રાખો અને બહિરમાં મનને જવા દેવું નહિ; એમ કરવાથી રૂપાતીત ધ્યેયમાં પ્રવેશ થશે અને અહર્નિશ તેનો અભ્યાસ કરવાથી રૂપાતીત ધ્યેયમાં ધ્યાનની સ્થિરતા થશે. રૂપાતીત ધ્યાનની જિજ્ઞાસુએ દ્રવ્યાનુયોગનું તેમ જ અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન સારી પેઠે પ્રાપ્ત કરવું કારણકે તે વિના જડ-ચેતનની ભિન્નતાને બરાબર ખ્યાલ ચિત્તપ્રદેશમાં રહેતો નથી. ચારે ધ્યાનમાં રૂપાતીત ધ્યાન