________________
yoo
શ્વાસની ગતિ બિલકુલ ઓછી થઈ જાય છે અને તે વખતે આનંદ આનંદ, થઈ જાય છે, આત્માની અનંત શક્તિને અનુભવ થાય છે, સર્વ જીવો ઉપર સમતારૂપ અમૃત મેઘવૃષ્ટિ વર્ષાવાય છે, તે વખતે એવો અનુભવ થાય છે કે, અહો, આવી દશામાં સદા કાળ રહેવાય તે સારું ! એવી દશા ક્ષયોપશમ ભાવમાં લાંબા કાળ સુધી ટકતી નથી, તે પણ પુનઃ પિંડસ્થ ધ્યાન ધરી તેવી દશા પ્રાપ્ત કરવા ધ્યાની ઉદ્યમ કરે છે, અને પાછે તે જ આનંદ લે છે. બીજાં છાત્મસ્થિક કાર્યોમાં જોડાતાં તે ઉપાધિની વિકલ્પ દશા અનુભવે છે, પણ તેમાં તેને રસ પડતો નથી એટલે ગમે તેમ કરી પાછા ધ્યાનમાં પ્રવેશ કરે છે. આવી સહજ સુખની દશાનો અનુભવ થતાં બાહ્ય સુખની સર્વ પ્રકારની અભિલાષાઓ ટળે છે.
(૨) પદસ્થ ધ્યેયમાં ધ્યાન અનેક પ્રકારે કરાય છે, તેમાંનો એક પ્રકાર: ગ્રંથકારે અત્ર દર્શાવેલો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પદનું ચિત્તની સ્થિરતાપૂર્વક જે ધ્યાન કરવામાં આવે તેને પદસ્થ ધ્યેયનું ધ્યાન કહેવામાં આવે છે. બીજો પ્રકાર એવો છે કે નાભિપ્રદેશમાં સોળ પાંખડીનું કમળ ચિંતવી તેમાં ર થી ૩: પર્યત સેળ સ્વરેની સ્થાપના કરી તેનું અનુક્રમે ધ્યાન કરવું. ત્રીજો પ્રકાર એવો છે કે હૃદયકમળમાં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવી તેમાં થી સુધીના અક્ષરે અનુક્રમે ચોવીસે પાંખડીઓમાં સ્થાપી મ ને કમળની કણિકામાં સ્થાપ અને પ્રત્યેક પદનું અનુક્રમે ધ્યાન કરવું. ચોથે પ્રકાર એ છે કે મુખમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી અને તેમાં ૨ થી હું સુધીના અક્ષરો સ્થાપી તેનું ધ્યાન કરવું. આ જ પ્રમાણે ૩% કારનું, મર્દ મંત્રનું, ૩૪ શ્રી શ્રી
નમઃ એ મંત્રનું અને અન્ય મંત્રોનું પણ પદસ્થ ધ્યાન કરી શકાય છે. એ પ્રમાણે અક્ષરનું અને પદોનું ધ્યાન કરતો છતો યોગી ચિત્તની ચંચળતાને વારે છે અને શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. પદસ્થ ધ્યાનને સાધક નિમિત્તજ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે છે, છતાં સાચે યોગી તે પદસ્થ થેયના આલંબનથી ધરેલા ધ્યાન વડે આત્માની નિર્મળતા કરનારા શુલ ધ્યાનમાં જ ગતિ કરવાને ઉદ્યમવંત બને..