________________
વાયુ દેહમાં હોય છે. તે દરેકના સ્થાન અને સ્વરૂપને જાણીને ધ્યાનના જિજ્ઞાસુએ તે વાયુ ઉપર જીત મેળવવી; પ્રાણાદિ વાયુને જીતવાથી શરીરના રેગેનું નિવારણ થઈ શકે છે, એટલે શરીર નીરોગી થવાથી ધ્યાનને અભ્યાસ સારી રીતે થઈ શકે છે; તેથી હદયકમળ જલદી વિકસ્વર થાય છે અને ધારણા બરાબર રીતે સાધ્ય થાય છે. (૧૬)
વિવેચન—શરીરમાં પ્રાણદિ નામે પાંચ પ્રકારના વાયુ વહે છે. મુખ્ય તે પ્રાણ અને અપાન એ બે જ વાયુ છે પરંતુ સ્થાનભેદથી તથા ક્રિયાભેદથી તેને પાંચ પ્રકારો ગણેલા છે. શ્વાસધારા બહારનો પ્રાણવાયુ હદયપ્રદેશમાં જાય છે, તે સર્વ પ્રકારની લોહીની ચેષ્ટા કરાવે છે અને
સુધા–તૃષા કરવી તે તેની ક્રિયા છે. ગુદા અને તેની આસપાસના પ્રદે- શમાં રહેનાર વાયુ તે અપાન. મળમૂત્રને નીચે લઈ જવાં અને વીર્યનું વિસર્જન કરવું તે તેનું કાર્ય છે. સમાન વાયુ નાભિમંડળમાં રહે છે. ખાધેલા–પીધેલા રસને સારી રીતે ચલાવી શરીરને પુષ્ટ કરી બધા રસને તે તે નાડીઓમાં વહેંચી દે છે. ઉદાન વાયુનું સ્થાન કંઠ છે અને શ્વાસ તે એની ક્રિયા છે. શરીરને નમાવવું, ઉંચું કરવું, વાણીને સ્પષ્ટ કરવી તે તેનું કાર્ય છે. વ્યાન વાયુ આખા શરીરમાં વ્યાપી રહેલો છે. તે પ્રાણઅપાનને ધારણ કરવામાં મદદ કરે છે. પ્રાણ-અપાનને કુંભક કરે વગેરે કાર્યો આ વાયુથી થાય છે. આખા શરીરમાં રૂધિરને સંચાર કરાવનાર તથા સ્પર્શેન્દ્રિયને સહાયભૂત એ વાયુ છે. આ પ્રાણાદિ વાયુઓ વિષે સંપૂર્ણ જ્ઞાન મેળવીને મુનિએ તેને જય કરવો આવશ્યક છે કારણકે તે ઉપર જય મેળવવાથી શરીર નીરોગી થાય છે અને ધ્યાનાદિના અભ્યાસવડે હૃદયરૂપી કમળ–અનાહત ચક્ર વિકાસ પામતાં ધારણા સિદ્ધ થાય છે.
જ્યાં સુધી પ્રાણાયામથી શ્વાસપ્રશ્વાસની ગતિ નિયંત્રિત થતી નથી ત્યાંસુધી શરીરની નાડીઓ મળથી વ્યાપ્ત રહે છે અને જૂદા જૂદા વાયુઓ તેમાં નિયમિત ગતિ કરી શકતા નથી. માલુકાયુ નાહીમાહતો નૈવ મધ્ય -અર્થાત મળથી આકલિત થએલી નાડીઓમાં પવન મધ્યચારી થતો નથી. પર—–