SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ शुद्धिमेति यदा सर्व नाडीचक्रं मलाकुलम् । तदैव जायते योगी प्राणसंग्रहणे क्षमः ॥ જ્યારે મળાકુલ આખું નાડી શુદ્ધિ પામે છે, ત્યારે જ પ્રાણના સંગ્રહણમાં ભેગી શક્તિમાન થાય છે. विधिवत्प्राणसंयामैर्नाडीचक्रे विशोधिते । शुषुम्नावदनं भित्त्वा सुखाद्विशति मारुत: ॥ વિધિપૂર્વક કરેલા પ્રાણાયામોથી નાડીચક્ર વિશુદ્ધ થતાં પ્રાણવાયુ. સુષુમ્ના નાડીના મુખનું ભેદન કરીને તેમાં પ્રવેશ કરે છે. मारुते मध्यसंचारे मन:स्थैर्य प्रजायते । यो मनः सुस्थिरीभाव: सैवावस्था मनोन्मनी ॥ જ્યારે સુષુમ્નાની મધ્યમાં પ્રાણવાયુને સંચાર થાય છે ત્યારે મનની સ્થિરતા થાય છે અને એ રીતે જે મનનું સ્થિર થવું તે જ મનન્મની અવસ્થા છે. સુષુમ્ના નાડીના મુખમાં પ્રાણવાયુને સંચાર થતાં જ નાભિપ્રદેશમાં . રહેલી કુંડલિની જાગૃત થાય છે. મનુષ્યના શરીરમાં મસ્તિષ્કથી માંડીને ગુદા સુધીમાં જે ચક્રો રહેલાં છે, તેમાંનું એક ચક્ર કુંડલિની છે. એ કુંડલિની હમેશાં સુપ્ત અવસ્થામાં જ રહે છે અને પ્રાણાયામ દ્વારા તેને જાગૃત કરવાને યોગીને યત્ન હોય છે. सुप्ता गुरुप्रसादेन यदा जागर्ति कुंडली । तदा सर्वाणि पद्मानि भिधते ग्रंथयोऽपि च ॥ જ્યારે એ રીતે સૂતેલી કુંડલિની જાગે છે, ત્યારે સર્વ ગ્રંથીઓ ભેદાઈ જાય છે અને સર્વ કમળો ઉઘડી જાય છે. ગ્રંથકારે અત્ર પ્રાણદિને જય થતાં હૃદં વિયેત-હૃદયકમળ વિકસે છે એવું સંક્ષેપમાં કહ્યું છે તેને વિસ્તૃત અર્થ એ છે કે પ્રાણ સુષુમ્મા નાડીમાં પ્રવેશ કરતાં કુંડલિની જાગૃત થાય છે અને બધાં કમળાનો વિકાસ થાય છે. ફક્ત દત્ય-હૃદયકમળ એકનો જ ઉલ્લેખ કરવાનો હેતુ એ છે કે હદયપ્રદેશમાં રહેલું કમળ “અનાહત ચક્ર ' કહે
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy