SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ યામને અનુલોમ વિલોમ પ્રાણાયામ કહે છે. અત્ર ગ્રંથકારે પ્રારંભમાં રેચક, પછી પૂરક અને છેલે કુંભક કરવાનું કહેલું છે. આ પ્રાણાયામને એક ક્રમ છે અને તે તાંત્રિક ક્રમ છે. પતંજલિ એ ક્રમ સૂચવે છે. બીજો ક્રમ પ્રથમ પૂરક પછી કુંભક અને છેલ્લે રેચક કરવાનો છે જેને વૈદિક ક્રમ કહેવામાં આવે છે. એ ક્રમ યાજ્ઞવશ્ય સૂચવે છે. પરંતુ આ બેઉ ક્રમ પ્રાણવાયુની ગતિના છેદ માટે અને ચિત્તની નિર્મળતા સાધવા માટે એક સરખા ઉપયોગી છે. પ્રાણાયામનો અભ્યાસ કેટલે સુધી આગળ વધારો ઈષ્ટ છે તે સંબંધે કહ્યું છે કે प्रातमध्यंदिने सायमर्धरात्रौ च कुंभकान् । शनैरशीति पर्यन्तं चतुर्वारं समभ्यसेत् ॥ અર્થાત–પ્રાતઃકાળે, મધ્યાહને, સાયંકાળે અને મધરાતે એ ચારે કાળમાં હળવે હળવે એંશી સુધી ચાર વાર પ્રાણાયામને અભ્યાસ કરવો. (આ અભ્યાસ કરનારે અસઝાયના સમયનો ત્યાગ કરવા પૂરતો વિવેક આદરવો આવશ્યક છે.) એ પ્રમાણે પ્રાણાયામના વિધિનું મુખ્ય તત્વ રહેલું છે. (૧૯૪–૧૯૫). [ આ પ્રમાણે પ્રાણાયામ કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે વિષે ગ્રંથકાર નિમ્ન શ્લોકમાં કહે છે. ] प्राणायामफलम् । १९६॥ प्राणाऽपानसमानकप्रभृतयः पञ्चाऽनिला देहगास्तत्स्थानादिकबोधनेन मुनिना कार्यः शुभस्तज्जयः ॥ स्यात्प्राणादिजये शरीरमखिलं नीरोगमभ्यासतो। हृत्पद्मं विकसेच्च सत्वरमलं साध्या भवेद्धारणा ॥ પ્રાણાયામનું ફળ. * ભાવાર્થ--પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને સ્થાન એ પાંચ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy