________________
એમ સમજાય છે અને તેથી પ્રાણાયામ નાસિકા દ્વારા જ કરવો જોઈએ. પ્રાણાયામનું પ્રથમ અંગ જે રેચક છે તે ફેફસાંમાંથી વાયુનું રેચન નાસિકા દ્વારા કરવાની ક્રિયા છે. પરંતુ આ રેચન કારમાં નિઃશ્વાસ વડે નહિ કરતાં, નિમંતિતઃ એટલે અત્યંત ધીરે ધીરે કરવું જોઈએ. વેગથી રેચક કરવાથી બળની હાનિ થાય છે, એટલે મંદ ગતિથી રેચન કરવાનું કહ્યું છે. હઠ
ગપ્રદીપિકામાં કહ્યું છે કે રેચેન તોજેન શનવ ન વેતઃ બીજી નાડીથી પ્રાણને હળવે હળવે છોડ–વેગથી નહિ. રેચક–પૂરકને હેતુ એવો નથી કે મન્નાવાર રેવપૂરી સ સંગ્ર–લહારની ધમણની પેઠે રેચક–પૂરક સંભ્રમથી કર્યા કરવા ! જ્યારે મંદ ગતિથી વાયુનું વિસર્જન કરવામાં આવે ત્યારે જ તે રેચક બને છે અને પ્રાણાયામનું અંગ બને છે. પ્રાણાયામનું બીજું અંગ પૂરક છે. નાસિકાથી બાર આંગળને અંતરે આવેલા વાયુને આકષીને તેને કોઠામાં એટલે ફેફસાંથી માંડીને નાભિના પ્રદેશ સુધીમાં જે પૂરવામાં આવે તેને પૂરક કહેવામાં આવે છે. આ પૂરકવિધિ પણ મંદ ગતિથી જ કરવાનો છે. પ્રાાં ર્યેળ વાષ્યિ પૂર રા: અર્થાતસૂર્ય નાડીદ્વારા પ્રાણને આકષીને ધીરે ધીરે ઉદરને ભરવું એમ યોગગ્રંથોમાં વિધાન કરેલું છે. આ પ્રમાણે કોઠામાં પૂરેલા પ્રાણવાયુનો રોધ કરી રાખોઃ નવો વાયુ ખેંચવો નહિ અને પૂરેલો વાયુ છોડે નહિ તેને કુંભક કહેવામાં આવે છે. આ કુંભકથી પ્રાણની ગતિને છેદ થાય છે. કુંભકના આઠ ભેદ યોગશાસ્ત્રમાં કહેલા છે અને અત્ર તેનું પ્રયોજન નથી, પરંતુ કુંભક કરવાની શક્તિ જેટલી કેળવાય છે તેટલા પ્રમાણમાં પ્રાણાયામની ક્રિયા વિશેષ ફળવતી નીવડે છે. રેચક અને પૂરક કરવાના સંબંધમાં યોગીઓ એક વિશેષ સૂચન એ કરે છે કે જમણું નાસાપુટથી વાયુને આકષીને ડાબા નાસાપુટથી છોડ અને પુનઃ ડાબા નાસાપુટથી આકષીને જમણું નાસાપુટથી. છોડવો એ પ્રકારને પ્રાણાયામ વિશેષ હિતકારી છે અને એ પ્રમાણે. એક નાસાપુટથી વાયુને આકર્ષવા–છોડવા માટે બીજા નાસાપુટને દાબી રાખવા માટે આંગળીને ઉપયોગ કરવામાં હરકત નથી. આ પ્રાણ