________________
૪૩૨
અને નિરૂદ્ધ અવસ્થા છે; અન્ય મતે વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એવી ચિત્તની ચાર અવસ્થા છે. એમાંની એકાગ્ર અને નિરૂદ્ધ કિંવા શ્લિષ્ટ અને સુલીને એ બે અવસ્થાઓ દોષરહિત થએલા ચિત્તની ધ્યાન માટેની સુસજજ અવસ્થાઓ છે, અને બાકીની અવસ્થાએ તે દોષયુક્ત ચિત્તની જુદી જુદી અવસ્થા છે. આ અવસ્થાઓને લીધે ચિત્તમાં જન્મતા દોષોના પ્રકારે આ લોકોમાં દર્શાવેલા છે. પતંજલિના અભિપ્રાય મુજબ ચિત્તમાં વિક્ષેપ કરનારા અંતરાયો નવ પ્રકારના છે–ધિયાનસેરામलस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ॥ વ્યાધિ, ત્યાન (મૂઢતા), સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, જાતિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ એ નવ ચિત્તના વિક્ષેપ છે અને સદનુષ્ઠાનમાં અંતરાયો છે. જેવી રીતે આ નવ અંતરાયે ચિત્તની ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત અવસ્થાના અંકુરે છે, તેવી જ રીતે તે ત્રણે અવસ્થાના અંકુરો અત્ર દર્શાવેલા આઠ દેશે પણ છે. સંક્ષેપમાં કહીએ તે પતંજલિએ ગણાવેલા નવ દોષો અને આ આઠ દોષો કે જે હરિભદ્ર સૂરિએ કરેલી વર્ગણાને અનુસારે છે તે લગભગ સમાન ભૂમિકા રેક છે. ધ્યાન કિંવા અન્ય ધર્મનુષ્ઠાન પ્રત્યે અંતઃકરણમાં ગ્લાનિ ઉત્પન્ન થાય-વિવાદ થાય તે ચિત્તનો પ્રથમ દેષ છે. કોઈ વાર દેહમાં વ્યાધિ અસ્તિત્વ ધરાવતો હોવાથી કે થાક લાગવાથી એવી ગ્લાનિ ઉપજે છે અને તે સ્થિતિ ધ્યાન માટે ઈષ્ટ નથી. ચિત્તમાં કોઈ પ્રકારની તૃષ્ણ કે ઈચ્છાથી ઉગ–ચિંતા ઉપજે તે તેનો બીજો દોષ છે. પતંજલિ જેને અવિરતિ દોષ કહે છે તે આ જ પ્રકારનો છે. કોઈ અનુષ્ઠાનનું સ્વરૂપે આવું હશે કે તેવું હશે, એમ ચિત્તમાં સંદેહ થયા કરે અને સાધનને અસાધનરૂપ તથા અસાધનને સાધનરૂપ માનીને કાંઈને બદલે કાંઈ કરે તે ભ્રાન્તિ નામને ત્રીજે દોષ છે. પતંજલિએ કહેલા ભ્રાનિદર્શન અને સંશય નામના દોષોને સમાવેશ આ એક દોષની ગણત્રીમાં થાય છે. ચંચળતાને
ગે ઉત્થાન–ચલવિચલતા ઉત્પન્ન થાય અને ક્ષેપ-એક અનુષ્ઠાન છોડીને બીજા અનુષ્ઠાનને પકડવા દેડવાનું મન થાય તે ચિત્તનો ચોથે તથા પાંચમો દોષ છે. આ બેઉ દોષ પતંજલિએ કહેલા અનવસ્થિતત્વના ફળ રૂપ છે અર્થાત