________________
૪૩૦
તથા આ જગતના પદાર્થોની તથા તેના પર્યાયેાની માહિતી પેાતાના ચિત્તરૂપી ભંડારમાં સારી પેઠે સંગ્રહે, ત્યારે જ તે સૂક્ષ્મ પદાર્થો-આધ્યાત્મિક વિષયેા વગેરેના કઠીન પ્રદેશમાં ગતિ કરવાને યેાગ્ય અને છે; તેટલા માટે ગ્રંથકાર પ્રથમ ચરણુદ્રવ્યાનુયાગનેા અભ્યાસ કરવાનું કહીને પછી કહે છે કે જેમાં આત્મિક વિચારણા હેાય તેવા અધ્યાત્મ શાસ્ત્રરૂપ સમુદ્રનું મથન કરવું, તેમાંથી તત્ત્વામૃતનું પાન કરવું અને તે રીતે આત્માની સ્થિરતા, બુદ્ધિની નિ ળતા અને ચિત્તની પ્રસન્નતા મેળવવી : એમ ત્તરોત્તણુક અર્થાત્ એક પછી એક ડગલું આગળ વધવારૂપી ગતિપૂર્વક ગુણશ્રેણીપર ચડવું અને સ્વાધ્યાયની સમાપ્તિ કરવી. સ્વાધ્યાયની ઉંચામાં ઉંચી ટોચે પહોંચવાને માર્ગ આ રીતે “ ડગલે ડગલે ડુંગરા ” ની પેઠે આગળ વધવાના છે. ( ૧૮૯ )
एकादश परिच्छेद.
તપશ્ચર્યા : ધ્યાન.
[ અનુક્રમે કરીને તપને અગીયારમેા પ્રકાર ધ્યાન વિષય ઉપસ્થિત થાય છે. એ અભ્યંતર તપના પ્રકાર છે. ધ્યાનને માટે તેનું ક્ષેત્ર-ચિત્ત દેષરહિત કરવુ, આસન સિદ્ધ કરવું, શ્વાસેાશ્ર્વાસ ઉપર જય મેળવી પ્રાણુ સાથે ચિત્તને સંબંધ જોડવે। અને પછી ધ્યાનના પ્રકારો પિછાણીને શુભ ધ્યાન આદરવું: એ બધા વિધિ આ લાંબા પરિચ્છેદમાં કહેવાને ગ્રંથકારને સ’કલ્પ છે. સૌથી પહેલાં નીચેના એ શ્લેાકામાં ગ્રંથકાર ચિત્તની નિમળતા સાધવાના હેતુપૂર્વક તેના આઠ દયાથી મુમુક્ષુને પરિચિત કરે છે. ]
अष्टौ चित्तदोषाः । १९० । १९१ ।।
दोषो ग्लानिरनुष्ठितौ प्रथम उद्वेगो द्वितीयस्तथा । स्याद् भ्रान्तिश्च तृतीयकश्चपलतोत्थानं चतुर्थो मतः ॥