________________
૪૨૯
પડી ગયે. ખરી રીતે તે એ કળા બગલા પાસેથી જ શીખ્યું હતું, પરંતુ એ વાત કહેવાથી પોતાનું માન ઘટી જશે એવી ધારણાથી તેણે કહ્યું: “ આ કળા તે હું ઘણાં વર્ષના પરિશ્રમથી મારી મેળે જ શીખ્યો છું. - રાજાએ કહ્યું: “ ત્યારે એ તવારને પ્રયોગ મને એક વાર ફરીથી કરી બતાવઃ મને હજીએ જેવાની હેશ રહી ગઈ છે.” ગુરૂના ઉપકારને ગેપવીને અસત્ય કથન કરવાનો દેષ કરી ચૂકેલો ભીલ ફરીથી તલવાર ઉછાળીને ઝીલી લેવાનો પ્રયોગ કરવા તૈયાર થયા. પોતાની આ સ્વયંસિદ્ધ કળા માટે રાજાને પોતાને માટે ખૂબ માન ઉત્પન્ન થયું છે, એવા ખ્યાલથી -ઘમંડથી તેણે એર છટાથી જ તલ્લાર ઉછાળી પરંતુ તQાર નીચે આવતાં જ તેના ઘમંડે તેની ચોટને ભૂલવી અને તલ્લાર દાંતથી પકડાવાને બદલે સીધી તેના નાક અને મોં પર આવતાં તે સખ્ત રીતે ઘાયલ થઈને મૃત્યુ પામ્યો. (૧૮૮)
[ હવે સ્વાધ્યાય તપના ઉપસંહારમાં ઉત્તરોત્તર કેવા વિષયોને અભ્યાસ કરીને સ્વાધ્યાયની સિદ્ધિ કરવી તે વિષે ગ્રંથકાર કહે છે. ]
યાયાવનિષ્ઠા ! ૨૮૨ / ज्ञानाचारसमादरेण चरणद्रव्यानुयोगौ पुराऽधीत्याऽध्यात्मविचारशास्त्रजलधेः पीत्वा च तत्त्वामृतम्॥ सम्पाद्य स्थिरतां धियो विमलतां चित्तप्रसादं तथा । प्राप्तव्यं जनितोत्तरोत्तरगुणः स्वाध्यायनिष्ठापनम् ॥
- સ્વાધ્યાયની સિદ્ધિ ભાવાર્થ તથા વિવેચન–પૂર્વે જે જ્ઞાનના આઠ આચાર કહ્યા છે તેને સમ્યફ પ્રકારે આદર કરીને સંયમધારીએ પ્રથમ ચરણનુયોગ, અને દ્રવ્યાનુયોગનું અધ્યયન કરવું. ચરણાનુગ એટલે સાધુ જનોના આચારનું શાસ્ત્ર અને દ્રવ્યાનુયોગ એટલે આ જગતમાંના સ્થળ પદાર્થદિનું જ્ઞાન. જ્યારે સંયમી પહેલાં પોતાના આચારમાં દઢ અને નિર્દોષ બને,