________________
એટલે ભૂખ કરતાં ઓછું ખાવું તે, ભિક્ષાચર્યા એટલે ઘેર ઘેર ફરીને ભિક્ષા કરી ખાવું તે, રસપરિત્યાગ એટલે સ્વાદિષ્ટ ખેરાકનો ત્યાગ કિંવા જિહવાલ લ્ય ઉપર વિજય, કાયક્લેશ એટલે ટાઢતાપ સહન કરવાં તે અને પ્રતિસંલેખન એટલે શયન-આસનમાં નિ:સંગ તથા સ્થિર રહી ઇકિયનિગ્રહ કરે. આ જ પ્રકારનાં તપ અનુક્રમે આદરવાથી અત્યંતર તપમાં
એટલે ચિત્તશુદ્ધિકારક તપમાં પ્રવેશ કરાય છે. શારીરિક તપથી શારીરિક વિષયોનું દમન થાય છે અને શારીરિક વિષયોના દમનથી માનસિક વિષયોનો ઉત્પાત શાન્ત થવા લાગે છે, તે જ કારણથી બાહ્ય તપને અત્યંતર તપના પ્રવેશદ્વાર રૂપ કહ્યું છે. પણ એ બાહ્ય તપનો ઉપયોગ જે શારીરિક દૃષ્ટિથી–શારીરિક સ્વાસ્થ માટે કર્યો હોય તે તેથી અત્યંતર લાભ થતો નથી, કિંવા આ ભવમાં તારૂપી શારીરિક કષ્ટ વેઠવાથી પરભવમાં દેવલોકની ઋદ્ધિ પ્રાપ્ત થશે એવી ઈગ્લાથી જે બાહ્ય તપ કર્યું હોય તો તેથી પણ અભ્યતર લાભ થતો નથી; આટલા માટે ગ્રંથકારે પૂર્વ લોકમાં નિમિમ્ શબ્દનો ઉપયોગ કર્યો છે અને આ લેકમાં પણ એ જ શબ્દના વિવરણ રૂપે કહ્યું છે કે પારલૌકિક સુખ, કીર્તિ, સ્તુતિ ઈત્યાદિ વાંચ્છના રાખ્યા વિના પૂર્વ કર્મની નિર્જરા કરવા માટે જ તપ કરવું જોઈએ. સફળ તપને માટે કહ્યું છે કેઃ નિર્દોષ નિર્નિદ્રાનાઢયં તનિર્જરાઠોડનમાં ચિત્તોત્સાન સંવૃદ્ધથી તપની ત: સુમન્ ! અર્થાત–નિર્દોષ, કામના–નિયાણા વિનાનું અને માત્ર નિર્જરાના કારણભૂત એવું શુભ તપ સારી બુદ્ધિ વડે મનના ઉત્સાહપૂર્વક કરવું. આધુનિક સમયમાં શ્રાવક-શ્રાવિકાઓ પુષ્કળ બાહ્ય તપ કરે છે પરંતુ તેની પાછળ ઘેડા જ દાખલાઓમાં અત્યંતર દષ્ટિબિંદુ હોય છે, અને જે કોઈ છેડાઓ બાહ્ય તપનો હેતુ અત્યંતર તપમાં પ્રવેશ કરવાનો હોવાનું સમજે છે તેઓ પણ તપમાં ક્રમ કે નિયમિતતા જાળવતા નથી એટલે તે અત્યંતર દષ્ટિબિંદુને નિષ્ફળ કરે છે. ઉપરાઉપરી ઉપવાસે જ કરવા, આયંબીલે જ કરવાં, કિંવા એકાશનો જ કર્યા કરવાં, પરંતુ જાણે કે અમુક સમય પછી તપની મોસમ પૂરી થતી હોય તેમ ત્યારપછી તુરત જ તપ છોડી દે અને સર્વ પ્રકારના આહારવિહાર ચાલુ રાખ્યા કરે; આથી જે કાંઈ શારીરિક