SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ તપની અસર શારીરિક વિષયો પરસ્થૂળ ઇદ્રિો ઉપર થઈ હોય છે, તે નાશ પામે અને કૂતરાની પૂંછડી જેવી વાસનાઓ અને વૃત્તિઓ પૂર્વવત અનિયંત્રિત બનીને રાચવા તથા હાલવા લાગી જાય છે. આ રીતે બાહ્ય તપ નિષ્ફળ નીવડે છે. આ નિષ્ફળતા ન થાય તેટલા માટે પૂર્વ લેકમાં ગ્રંથકારે થામ” અર્થાત ક્રમ જાળવીને તપશ્ચર્યા કરવાનું કહ્યું છે અને આ કલોકમાં અનશનથી આરંભ કરીને એક પછી એક તપના પ્રકારને આદરવાનું કહ્યું છે. એ ક્રમ ત્યજી દેવાથી કિંવા સ્વલ્પ તપ આદરીને પુનઃ ઈદ્રિયોને મોકળી મૂકવાથી તપના લાભ પણ નાશ પામે છે. ઉપર કહેલા બાહ્ય તપને અનુક્રમે આદરીને છ પ્રકારના અત્યંતર તપમાં પ્રવેશ કરે પ્રાયશ્ચિત્ત એટલે ગુરૂ સમીપે પાપનું આલોચન કરવું અને કરેલ પાપનો પસ્તાવો કર, વિનય એટલે ગુરૂ પ્રત્યે પૂર્ણ વિનય અને માનબુદ્ધિથી વર્તવું, વૈયાવૃત્ય એટલે ગુરૂ આદિકની સેવા કરવી, સ્વાધ્યાય એટલે શાસ્ત્રાધ્યયન કરવું, ધ્યાન એટલે ધર્મધ્યાન શુકલધ્યાનમાં નિમગ્ન થવું અને વ્યુત્સર્ગ એટલે કાયોત્સર્ગ કરવો. આમાં પણ અનુક્રમ જાળવવા માટે વૈયાવૃજ્યને માર્ગે થઈને ઠેઠ વ્યુત્સર્ગસુધી નિષ્ઠાપૂર્વક પહોંચવાનું વિધાન સુઘટિત રીતે કરવામાં આવેલું છે. ઉપર કહેલા બાહ્ય તપના ૬ પ્રકાર અને અત્યંતર તપના ૬ પ્રકાર વિષે વિસ્તારપૂર્વક વિવેચન ગ્રંથના હવે પછીના વિભાગમાં આવે છે. (૧૭૯) [[ બાહ્ય તપમાંના પહેલા બે પ્રકાર ઉપવાસ અને ઊનેદરી વિષે ગ્રંથકાર નીચેના લેકમાં કહે છે. ]. ___ उपवासौनोदर्ये । १८० ॥ एकैकान्तरभोजनेन सततं कृत्वोपवासादिकं । कार्या वृद्धिरपूर्वशत्युदयने यावच्च संस्तारकम् ॥ नो शक्तिर्यदि तावती प्रतिदिनं न्यूनत्वमापादयेदाहारे वसनादिकोपकरणे भावे कषायात्मके ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy