________________
૩ કરે, સંધમાં સ્વસ્થતા, સમાધિ અને સમભાવની પ્રવૃત્તિ કરાવવી, એ બધું આચાર્યનું કર્તવ્ય છે. (૧૬)
વિવેચન–આચાર્ય એ આખા સાધુસમાજને નિયામક અને માર્ગદર્શક હોય છે, એટલે સાધુસમાજનું સંરક્ષણ કરવાને તેણે પોતાના સંપ્રદાયના સર્વ સાધુઓનું એકસરખું હિત સાધવા જેવી સમદષ્ટિ રાખવી જ જોઈએ, એ ખુલ્લું છે. એવી સમદષ્ટિવાળે અને સમર્થ સાધુ જ આચાર્ય થઈ શકે અને એ યોગ્યતા તેનામાં ન હોય તે સાધુસમાજમાં અનેક પ્રકારના ઉપદ્રવ અને બંડે ચાલે છે કારણકે સાધુઓના સ્વભાવ પણ મનુષ્યસ્વભાવ જેવા જ બહુવિધ હોય છે. આ ઉપરાંત આચાર્યમાં શાસ્ત્રકથિત સર્વ સંપદાઓ પણ હોવી જોઈએ. આ સંપદાઓ દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહેલી છે. (૧) આચાર સંપદા–મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, સત્તર પ્રકારને સંયમ, દશ પ્રકારનો યતિધર્મ ઇત્યાદિ અખંડ આચાર પાળે અને સંધને શુદ્ધાચારમાં પ્રવર્તાવે, આઠ પ્રકારના મદથી, અહંકારથી અને ક્રોધાદિથી રહિત હોય: દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત હોય; ચપળતારહિત, ઇકિયેનું દમન કરનાર, ત્યાગવૃત્તિ રાખનાર અને આચારવંત હોય. (૨) સૂત્ર સંપદા બહુશ્રુત હોય, સ્વસમય પરસમયને જાણનાર હોય એટલે સર્વ પારગામી અને વાદી-પ્રતિવાદીને ઉત્તર દેવા સમર્થ હોય; જેટલાં આગમ ભણે તેટલાને નિશ્ચય રીતે ધારણ કરે; શુદ્ધ સ્પષ્ટ ઉચ્ચારણ કરે. (૩) શરીર સંપદા–પ્રમાણપત–પૂરેપૂરું ઉંચું શરીર હોય; દઢ સંહનન હોય; પરિપૂર્ણ ઈથિી યુકત હોય; હસ્તાદિ અંગે પાંગ શેભનીક હોય કે જેથી તેનું દર્શન બીજાઓને પ્રિયકારી થાય. (૪) વચન સંપદા–એવું વચન બોલે કે જેને બીજાઓ માન્ય કરે અર્થાત્ પરિપૂર્ણ વિચારપૂર્વક બેલે મધુર, કમળ અને ગંભીર વચન બેલે; ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને અનિશ્ચિત-રાગદ્વેષરહિત વચન બોલે, સ્પષ્ટ વચન બેલે અપ્રતીતિકારી વચન ન બોલે. (૫) વાચના સંપદા–પ્રમાણિક શિષ્યને વાચના દેવાની આજ્ઞા દે પહેલાં આપેલી વાચનાને સારી રીતે