SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ અનેક ત્યાગીએ પતિત થઇ જાય છે. ચેાસિદ્ધિ માટે ખાવા અનેલા. ચેાગનાં ૮૪ આસનેાના ઉપયાગ મદારીની પેઠે રમતા કરવામાં અને તે રીતે ભિક્ષા માંગી ખાવામાં કરતા વ્હેવામાં આવ્યા છે ! આ જ રીતે અનેક સંસારત્યાગીએ મંત્ર—ત ંત્ર–કુતુહલાદિમાં પડી જઈને ત્યાગને મહિમા ઘટાડે છે એટલું જ નહિ પણુ મંત્ર–તંત્રાદિ હમેશાં કામનાથી યુક્ત હાઈ ત્યાગીને ત્યાગમાંથી ભ્રષ્ટ કરે છે. કામનાએ પાછળ રચ્યા પચ્યા રહેનાર, મંત્ર–તંત્ર–યાગાદિના પ્રયાગા કામનાને અર્થે કરનાર, ધન કમાવા માટે એ વિભૂતિઓની પાછળ લોકાને ભરમાવનાર, સંસારનો ત્યાગ કરવા છતાં વિશેષ ને વિશેષ અધનમાં પડે છે. એક કાળ એવા હતા કે જે વખતે જૈન મુનિએ અને બૌદ્ધ ભિખ્ખુએમાં પણ તંત્રવિદ્યા ખૂબ પ્રસરી હતી અને ધર્મ પતિત થવા લાગ્યા હતા. પરન્તુ ખરા સાધુનું તે લક્ષણ નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫ મા અધ્યયનમાં કહ્યું છે કે— मंतमूलं विवि विज्जचित्तं वमण विरेयण घूमनेत्त तिणाणं । आउरे सरणंतिगिछियं च तं परिणाय परिव्वए स भिख्खू || અર્થાત્—મંત્ર, જડી-બુટ્ટી, વિવિધ વૈદ્ય, વમન, વિરેચન, આંખનાં અજન, વિલાપ અને સાંત્વન, એટલાં વાનાં પાતાને રેગ થવાથી કરે નહિ અને અન્યને માટે પણ કરાવે નહિ તે ખરા સાધુ કહેવાય. પોતાના દેહની કામનાને અર્થે કે પરને અર્થે પણ આવા પ્રયાગ કરવાનું આત્મહિત સાધકને માટે અનુચિત હોઈ, સાધુઓને તેથી દૂર રહેવાનુ ગ્રંથકારે અત્ર ક્રમાવેલુ` છે. મંત્ર-તંત્ર વિદ્યાના પ્રયાગેમાં વશીકરણ, સ્તંભન, મેાહન, ઉચ્ચાટન, માર્ણ અને શાન્તીકરણ એટલા વિભાગો મુખ્ય છે. આમાંનું કશુંએ મુનિએ સ્વઅર્થે કે પરઅર્થે ન કરવું જોઇએ; ઉપદ્રવનુ શાન્તીકરણ એ કાઇનું અનિષ્ટ કરવા માટે ન હેાઈ શકે, છતાં તેમાં પણ કામનાના જ હેતુ હાવાથી નિરિગ્રહી અને નિષ્કામ મુનિને માટે તે ઉચિત નથી; તેણે તે માત્ર આત્માન્નતિને પેાતાનુ લક્ષ્યબિંદુ બનાવી સ્વાધ્યાયયુત્ત તપઃ–વાધ્યાય, ધ્યાન, તપાદિનું જ અનુષ્ઠાન કરવું. એટલું ધ્યાનમાં રાખવું
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy